મુંબઇ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case) માં હાલ  સૌથી મોટા સમાચાર એ છે કે સુશાંતના પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટમાં ગડબડી થઈ છે. ડ્રગ્સ સંબંધિત કેસના એક્સપર્ટ ડોક્ટર્સે ZEE NEWSને જણાવ્યું છે કે કોકીન અને એમડી જેવા ડ્રગ્સના સબ્સટેન્સ હ્યુમન બોડીમાં માત્ર બે-ત્રણ દિવસ સુધી મળી આવે છે પરંતુ ચરસ અને ગાંજા જેવા ડ્રગ્સના સબ્સ્ટન્સ હ્યુમન બોડીમાં ઓછામાં ઓછા 15 દિવસ સુધી મળી આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Rhea Chakraborty પર સુશાંતના પિતાનો મોટો આરોપ, બોલ્યા-'મારા પુત્રને ઝેર આપતી હતી'


સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસ રિપોર્ટમાં ગડબડી
સુશાંત સિંહ રાજપૂતના કૂક નીરજે તપાસ એજન્સીઓને જણાવ્યું હતું કે સુશાંતને તેના મોતના 6 દિવસ પહેલા ડ્રગ્સ અપાયું હતું અને રિયા ચક્રવર્તીની ચેટ ડીટેલ્સથી પણ ખુલાસો થઈ રહ્યો છે. આવામાં સૌથી મોટો સવાલ એ છે કે જો સુશાંતે ખરેખર મોતના 6 દિવસ પહેલા જ ડ્રગ્સ લીધુ હતું તો મોતના બીજા દિવસે એટલે કે ડ્રગ્સ કન્ઝ્યુમ કર્યું તેના સાતમા દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને 8માં દિવસે ફોરેન્સિક તપાસ રિપોર્ટમાં ડ્રગ્સ સબ્સસ્ટન્સ હોવાની વાત સામે આવી કેમ નહીં?


અંકિતા લોખંડેના અડધા ફ્લેટ પર કબ્જો કરશે સુશાંતનો પરિવાર? જાણો શું છે મામલો 


CBIના મુંબઈ પોલીસને સવાલ
સીબીઆઈ મુંબઈ પોલીસના તપાસ અધિકારીઓ પાસેથી જાણવા માંગે છે કે શું ફોરેન્સિક તપાસમાં ગડબડી કરાઈ? શું મુંબઈ પોલીસે આ એંગલને જાણી જોઈને છૂપાવ્યો? આખરે આ તથ્ય છૂપાવવા પાછળ કારણ શું હોઈ શકે? જો કે પોલીસ અધિકારી હજુ સુધી સીબીઆઈની સામે આવ્યાં નથી. કદાચ આ જ કારણસર સીબીઆઈની ટીમ કૂપર હોસ્પિટલના વારંવાર ચક્કર લગાવી રહી છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube