નવી દિલ્હી: ભારતમાં એક એવી નદી છે, જેમાંથી સોનું (Gold) નિકળે છે. તમે અમારી વાત સાંભળીને આશ્વર્ય ન પામશો? પરંતુ આ વાત સાચી છે. સોનાની આ નદી (Golden River)ની રેતમાં વર્ષોથી સોનું નિકળી રહ્યું છે. અહીં આ લોકો નદીમાંથી સોનું નિકાળી પોતાનું ગુજરાન ચલાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વર્ણ રેખા નદીમાં મળે છે સોનું
ઝારખંડ (Jharkhand) ના રત્નગર્ભામાં સ્વર્ણ રેખા નામની નદી વહે છે. આ નદીમાં સોનું (Gold) નિકાળવામાં આવે છે. આ નદી ઝારખંડ, પશ્વિમ બંગાળ (West Bengal) ઓડિશા (Odisha)ના કેટલાક વિસ્તારોમાં પણ વહે છે. કેટલીક જગ્યાઓ પર આ નદીને સુબર્ણ રેખા (Subarnarekha River) ના નામે પણ ઓળખવામાં આવે છે.

Virat Kohli અને Anushka Sharma બન્યા માતા પિતા, 'લક્ષ્મી'ની થઇ પધરામણી


474 કિલોમીટર લાંબી છે સ્વર્ણ રેખા નદી
સ્વર્ણ રેખા નદી દક્ષિણ-પશ્વિમમાં સ્થિત નગડી ગામમાં રાની ચુઆં નામની જગ્યાએ નિકળીને બંગાળની ખાડીને જાય છે. આ નદીની કુલ લંબાઇ 474 કિલોમીટર છે.


સોનાના કણોથી બનેલું  છે રહસ્ય
સ્વર્ણ રેખા અને તેની સહાયક નદી કરકરીમાં સોનાના કણ મળી જાય છે. લોકોનું માનવું છે કે સોનાના કણ (Gold) કરકરી નદીથી વહીને જ સ્વર્ણ રેખા નદીમાં પહોંચે છે. કરકરી નદી 37 કિલોમીટર લાંબી છે. આજ સુધી આ રહસ્ય જ બનેલું છે કે આ નદીઓમાં સોનાના કણ ક્યાંથી આવે છે. 

Signal ના 6 બેસ્ટ features, જો WhatsApp છોડવા માંગો છો તો જરૂર વાંચો


સ્થાનિક આદિવાસી નિકાળે છે સોનું
ઝારખંડ (Jharkhand)માં નદીની પાસે રહેનાર લોકો રેતને ચાળીને સોના (Gold)ના કણોને એકઠા કરે છે. અહીંનો એક વ્યક્તિ મહિને 70થી 80 સોનાના કણ એકઠા કરી શકે છે. સોનાના આ કણનો આકાર ચોખાના દાણા જેટલો હોય છે. અહીંના આદિવાસી લોકો વરસાદની સિઝન ઉપરાંત આખુ વર્ષ આ કામ કરે છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube