અયોધ્યામાં હલવાનો પ્રસાદ બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાશે! 10 ફૂટ પહોળી કડાઈમાં બનશે હજારો કિલો હલવો
Ram Mandir Prasad: રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે જ્યાં દેશભરમાંથી ભેટ અયોધ્યા પહોંચી રહી છે, ત્યાં આમંત્રિતો માટે ખાસ ઘણી જગ્યાએ પ્રસાદ પણ તૈયાર થઈ રહ્યો છે. હજારો મહેમાનો અને શ્રદ્ધાળુઓ માટેના પ્રસાદની માત્રા પણ વિશાળ છે..ત્યારે શું છે દેશભરમાં પ્રસાદ માટેની તૈયારી?
Ram Mandir Prasad: 22મી જાન્યુઆરીએ સમગ્ર દેશની નજર અયોધ્યા પર હશે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ફક્ત રામનગરીમાં જ નહીં, પણ દેશભરમાં મનાવવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં જ્યાં હજારો અતિથિઓ અને લાખો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે, ત્યાં આ મહોત્વમાં પ્રસાદની વ્યવસ્થા ન હોય તે કેવી રીતે બને. કાર્યક્રમના વ્યાપને જોતાં દેશભરમાં પ્રસાદ તૈયાર કરવાની વ્યવસ્થા શરૂ થઈ ચૂકી છે. તમે જે મહાકાય કડાઈ જોઈ રહ્યા છો, તેમાં પ્રાણ પ્રતિષ્ઠા માટેના પ્રસાદ તરીકે હલવો તૈયાર કરવામાં આવશે.
વિશ્વઉમિયાધામમાં NRI પરિવારજનોનું સ્નેહમિલન; અમેરિકા સહિત 5 દેશના 500 પરિવારજનો પધાર
નાગપુરના શેફ વિષ્ણુ મનોહર પ્રસાદ બનાવવાનું આ મહાકાર્ય કરશે. મહાકાય કડાઈને અયોધ્યા લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે. કડાઈનું વજન 1400 કિલો હોવાથી તેને ઉંચકવા માટે ક્રેનનો ઉપયોગ કરવા સિવાય છૂટકો નથી. કડાઈને બરાબર સાફ બાદ અયોધ્યા લઈ જવાશે.
રામ મંદિર મ્યૂઝિયમને ભેટ; 1 કિ.મી લાંબા કાપડ પર દોર્યા વારલી આર્ટમાં રામાયણ પ્રસંગ
હવે મુખ્ય વાત પર આવીએ તો આ કડાઈમાં પ્રસાદ માટે સાત હજાર કિલો સોજીનો હલવો તૈયાર કરવામાં આવશે. આ પ્રસાદને રામ હલવા નામ અપાયું છે. એક સાથે આટલી મોટી માત્રામાં હલવો તૈયાર કરવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જવાનો પણ દાવો કરાયો છે. 12 હજાર લીટરની ક્ષમતા ધરાવતી કડાઈમાં જ્યારે સોજીના હલવાનો પ્રસાદ તૈયાર થશે, ત્યારે આ પ્રક્રિયા જોવી પોતાનામાં લ્હાવો હશે. 10 ફૂટ પહોળી કડાઈ માટેના તાવેથાનું વજન 10થી 15 કિલો જેટલું છે.
સરકારી નોકરીની લાલચમાં ફસાતા નહીં! ભાજપના પૂર્વ ડે. મેયરના 2 પુત્રો સહિત 3ની ધરપકડ
સાત હજાર કિલો હલવો તૈયાર કરવા માટે 900 કિલો રવો, એક હજાર કિલો ઘી, એક હજાર કિલો ખાંડ, બે હજાર લીટર દૂધ, અઢી હજાર લીટર પાણી, 300 કિલો ડ્રાય ફ્રૂટ અને 75 કિલો ઈલાયચી પાવડરનો ઉપયોગ કરવામાં આવશે. 22મી જાન્યુઆરીએ રામ લલાને ભોગ ધરાવ્યા બાદ આ પ્રસાદ આમંત્રિત મહેમાનો અને શ્રદ્ધાળુઓમાં વહેંચવામાં આવશે. સાત હજાર કિલો હલવો જો એક વ્યક્તિને 50 ગ્રામ પ્રમાણે અપાય તો દોઢ લાખ લોકોમાં આ પ્રસાદ વહેંચી શકાય તેમ છે..
કંઈક તો થઈ રહ્યું છે! જાન્યુઆરી જ નહીં, ફેબ્રુઆરીમાં પણ આ તારીખોમાં પડશે ભારે વરસાદ
નાગપુરના જાણીતા શેફ વિષ્ણુ મનોહર રામ મંદિર આંદોલન વખતે કાર સેવામાં જોડાયા હતા. આ જ કારણ છે કે અયોધ્યા અને રામ મંદિર સાથે તેમનો વિશેષ લગાવ છે. તો આ તરફ આંધ્રપ્રદેશના જાણીતા મંદિર તિરુપતિમાં પણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે પ્રસાદ તૈયાર થઈ રહ્યો છે. અહીં તૈયાર થઈ રહેલા શ્રીવારી લડ્ડુને 22મીએ મહેમાનો તેમજ શ્રદ્ધાળુઓમાં વહેંચવામાં આવશે. લાડુ બનાવવાની અને અયોધ્યા પહોંચાડવાની જવાબદારી તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે સ્વીકારી છે.
લાગણીસભર દ્રશ્યો! લાજપોર જેલના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે 17 કેદીઓને જેલમુક્ત
વાત રામ મંદિર માટેના પ્રસાદની હોય, તો તેમાં ગુજરાત કેવી રીતે બાકાત રહે. મંદિર માટે ધ્વજદંડ, વિશાળ નગારું અને અગરબત્તી તેમજ અજય બાણ સહિતની ભેટ ઉપરાંત અમદાવાદમાં પ્રસાદ પણ તૈયાર થઈ રહ્યો છે. કાર્યક્રમના આમંત્રિતો માટે શહેરમાં પ્રસાદના 20 હજાર બોક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાં અયોધ્યાની પવિત્ર સરયી નદીનું પાણી, અક્ષત, સોપારી, રક્ષા પોટલી અને લાડુનો સમાવેશ થાય છે. મંદિરમાં સામાન્ય કાર્યક્રમમાં પણ પ્રસાદ વહેંચવામાં આવે છે, ત્યારે અયોધ્યામાં તો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ઐતિહાસિક છે. આ કાર્યક્રમમાં પ્રસાદ ગ્રહણ કરનાર ધન્યતાનો અનુભવ કરશે.