લાગણીસભર દ્રશ્યો સર્જાયા! લાજપોર જેલના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે 17 કેદીઓને જેલમુક્ત

સુરત લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે પાકા કામના કેદીઓની સેટ ઓફ સહિત ૧૪ વર્ષની કોરી સજા પુર્ણ કરેલ હોય તેવા કેદીઓને CRPC-433(એ) મુજબ વહેલા જેલમુક્તિ થાય તે માટે સુરતના કલેક્ટરેની અધ્યક્ષતામાં જેલ સલાહકાર સમિતીની બેઠકનું આયોજન કરાયું હતું.

લાગણીસભર દ્રશ્યો સર્જાયા! લાજપોર જેલના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે 17 કેદીઓને જેલમુક્ત

પ્રશાંત ઢીવરે/સુરત: લાજપોર જેલમાં ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે 17 કેદીઓને જેલમુક્ત કરવામાં આવ્યા છે. આ કેદીઓનું જેલમાં વર્તન સારુ હોય અને પેરોલ જમ્પ, ફર્લો કે જેલમાં કોઈ પ્રકારની શિક્ષા થઈ ન હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવી દિવાળીમાં લાજપોર જેલ આવ્યા હતા ત્યારે કેદી જેલમુક્તિના સંકેત આપ્યા હતા. એક સાથે લાજપોર જેલમાંથી 17 કેદીઓને જેલ મુક્ત કરાતા સૌ કેદીઓએ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માન્યો છે.

સુરત લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે પાકા કામના કેદીઓની સેટ ઓફ સહિત ૧૪ વર્ષની કોરી સજા પુર્ણ કરેલ હોય તેવા કેદીઓને CRPC-433(એ) મુજબ વહેલા જેલમુક્તિ થાય તે માટે સુરતના કલેક્ટરેની અધ્યક્ષતામાં જેલ સલાહકાર સમિતીની બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં વર્ષ: 2023૩ માં ફુલ-123 કેદીઓના કેસોની સમિક્ષા કરી કેદીઓની વહેલી જેલમુક્તિ અંગેની દરખાસ્ત કમિટીના સભ્યોના અભિપ્રાય સાથે સરકારમાં રિપોર્ટ કરાયો હતો. કેદીઓનો સમાજમાં પુન:સ્થાપન થાય તે હેતુથી લાજપોર મધ્યસ્થ જેલ ખાતેથી કુલ-26 કેદીઓને આજીવન કેદની સજા પૈકીનો બાકીની સજાનો ભાગ માફ કરી જેલ મુક્ત કરાયા હતા.

No description available.

લાજપોર જેલમાંથી સૌ પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં બંદીવાનોને જેલમુક્ત કરવા અંગેના હુકમો થતા એક મહિલા કેદી સહિત કુલ-17 જેટલા કેદીઓને જેલમુકત કરાયા હતા. રાજ્યના ગૃહમંત્રીએ ગાડીંગ સ્ટાફ્ના કર્મચારીઓ માટે જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી હતી. તેમજ બંદીવાનો માટે ખુશીના સમચાર આવશે તેમ કહ્યું હતું. 

દરમિયાન બંદીવાનોના વેજીસમાં પ્રતિ દિવસ 70થી વધારો કરી 110, જ્યારે 80 થી વધારો કરીને 140 ઉપરાંત 100 રૂપિયાના વેજીસમાં વધારો કરી 170 કરાયા હતા. પાકા કામના કેદીઓની સેટ ઓફ સહિત 14 વર્ષની કોરી સજા પુર્ણ કરેલ હોય તેવા કેદીઓને CRPC- 433(એ) મુજબ મોટી સંખ્યામાં કેદીઓની વહેલી જેલમુક્તિના હુકમો કરવામાં આવેલ છે.

No description available.

જેલ મુક્ત કરેલા કેદીઓને હાલમાં સજા ભોગવી રહેલા પાકા કામના કેદીઓની સમક્ષ જ મુક્ત કરવામાં આવ્યા હતા. જેથી સજા ભોગવી રહેલા કેદીઓમાં પણ જેલમાં સારુ વર્તન કરવાની સાથે પેરોલ જમ્પ, ફર્લો કે જેલમાં કોઈ પ્રકારની શિક્ષા ન થાય વર્તન કરે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news