કંઈક તો થઈ રહ્યું છે! જાન્યુઆરી જ નહીં, ફેબ્રુઆરીમાં પણ આ તારીખોમાં પડશે ગુજરાતમાં ભારે વરસાદ
Unseasonal Rain And Weather Updates: સમગ્ર ગુજરાતમાં સતત ઠંડીનું જોર વધી રહ્યું છે. તો કચ્છનું નલિયા 9 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. આવામાં આગામી 24 કલાકમા વરસાદની આગાહી આવી ગઈ છે. એક તરફ ઠંડી, અને બીજી તરફ કમોસમી માવઠું ગુજરાત પર કહેર બનીને તૂટી પડશે. આ આગાહીથી ખેડૂતો પર સંકટના વાદળો મંડરાયા છે. કમોસમી વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. જાન્યુઆરી બાદ ફેબ્રુઆરી માસમાં પણ માવઠાનું સંકટ. 8 અને 9 તારીખમાં કમોસમી વરસાદ થવાની શક્યતા વધુ છે.
દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ કચ્છમાં વરસાદ થશે. આણંદ, અમદાવાદ અને ગાંધીનગરમાં કમોસમી વરસાદની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપનું જોર ફેબ્રુઆરી માસની શરૂઆતમાં વધશે. 17 અને 18 ફેબ્રુઆરીમાં પણ હવામાન બદલાશે. 17 અને 18મી તારીખે પણ કમોસમી વરસાદ થઈ શકે છે. મકરસંક્રાંતિ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જાન્યુઆરીના અંત સુધીમાં શિયાળો ગાયબ થતો હોય તેવું જણાશે. જાન્યુઆરીના અંત ભાગમાં ગરમીનો અનુભવ થશે . ખેડૂતોએ પાક સરક્ષણના પગલાં લેવા હિતાવહ છે.
આગામી 24 કલાકમાં આવશે વરસાદ
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે માહિતી આપી કે, આગામી બે દિવસ રાજ્યના તાપમાનમાં ફેરફાર નહી થાય. ઉત્તર-પૂર્વીય પવનોના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતું આ વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે. આગામી ચાર દિવસ બાદ વરસાદની શક્યતા છે. ચાર દિવસ બાદ ત્રણ દિવસ વરસાદની આગાહી છે. 8-9-10 જાન્યુઆરીએ વરસાદ આવી શકે છે. અરબસાગરમાં આવેલા ટ્રફને કારણે રાજ્યમાં વરસાદના વાદળો બંધાયા છે. જેને કારણે આગામી બે દિવસ તાપમાનમાં ફેરફાર નહી થાય. ગાંધીનગરમાં 12.5 અને અમદાવાદ 14.3 ડિગ્રી તાપમાન રહ્યું છે. જાન્યુઆરી મહિનામાં પણ ઓછી ઠંડી પડશે. બે દિવસ બાદ તાપમાનમાં વધારો થશે.
ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદની આગાહી
આવતી કાલે અને પરમ દિવસે ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે વાત કરીએ તો આવતી કાલને 8 જાન્યુઆરીએ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર વરસાદ પડવાની આગાહી કરી છે. તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, ઉપરાંત મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે. આગળ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 9 જાન્યુઆરીએ અમદાવાદ, ગાંધીનગર, આણંદ, અમરેલી, ગીરસોમનાથ, નવસારી, વલસાડ, અને
8 જાન્યુઆરીએ વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા 8 જાન્યુઆરીથી સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર અને બોટાદ તેમજ ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, બનાસકાંઠા, દક્ષિણ ગુજરાત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે હાલ અમદાવાદ, ગાંધીનગર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નથી.
9 જાન્યુઆરીએ વરસાદન આગાહી
9 જાન્યુઆરીએ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે.
10 જાન્યુઆરીએ વરસાદની આગાહી
10 જાન્યુઆરીનાં રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠાનાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે.
કયુ શહેર કેટલું ઠંડું
રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. રાજ્યમાં ઠંડી સાથે કમોસમી વરસાદની પણ આગાહી છે. હવે આવતીકાલથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટશે. 7 જાન્યુઆરી બાદ વાતાવરણમાં મોટો પલટો આવશે. 8,9,10 જાન્યુઆરીએ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, સમગ્ર રાજ્યમાં ઠંડીનુ પ્રમાણ વધી ગયું છે. સુસવાટા મારતા ઠંડા પવનો લોકો માટે મુશ્કેલીરૂપ બન્યા છે. 10 ડિગ્રી સાથે દિવ સૌથી ઠંડુગાર, નલિયા 10.3, ડિસા 10.4 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. રાજકોટ 11.2, ગાંધીનગર 11.5, ભૂજ 11.8, સુરેન્દ્રનગર 12.5 તાપમાન પહોંચ્યું છે. તો અમદાવાદ અને અમરેલી 13 ડિગ્રી તેમજ વડોદરામાં 13.4 ડિગ્રી તાપમાન છે.
Trending Photos