બેંગલુરુ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કર્ણાટકમાં જેડીએસ-કૉંગ્રેસ ગઠબંધન સરકાર પર હુમલો કર્યો હતો, અને તેમને ‘વિકાસ મુક્ત ભ્રષ્ટાચાર’માં રસ હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે એચ.ડી.કુમારસ્વામી સરકારની ખેડૂત દેવા માફી, ખેડૂસોની સાથે કરવામાં આવેલો સૌથી ક્રુર માજાક છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: મહારાષ્ટ્ર: આ ચૂંટણીમાં ભાજપ-NCPએ મિલાવ્યો હાથ, શિવસેનાને રાખી સત્તાથી દુર


પીએમ મોદીએ કહ્યું કે, લોકો ભ્રષ્ટાચાર મુક્ત સરકાર ઇચ્છે છે પરંતુ કર્નાટક સરકાર વિકાસ મુક્ત ભ્રષ્ટાચાર ઇચ્છે છે. ભાજપનો ‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમ અતર્ગત વીડિયો કોન્ફરેન્સ દ્વારા રાજ્યના બૂથ સ્તરીય કાર્યકર્તાઓ સાથે સંવાદમાં પીએમ મોદીએ આ વાત કરી હતી. સંપર્ક કાર્યક્રમનો ઉદેશ્ય આવતા વર્ષે લોકસભા ચૂંટણી પહેલા પાર્ટી કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરવાનો છે.


વધુમાં વાંચો: ચૂંટણી પહેલા ખેડૂતો આપી મોદી સરકારે મોટી ભેટ, એગ્રી લોનનું વ્યાજ થશે માફ


ગગનયાન પ્લાન: ઇસરો પ્રથમ વખત મોકલશે ભારતીયને અવકાશમાં


પીએમ મોદીએ કહ્યું કે કર્નાટકના લોકોને ભાજપમાં આસ્થા પ્રકટ કરી હતી અને આ પાર્ટી કાર્યકર્તાઓનું કર્તવ્ય છે કે જો સરકાર લોકોનું કલ્યાણની ચિંતા નથી કરતી તો તેઓ તેમનો અવાજ બને. તેમણે સત્તારૂઢ ગઠબંધનના ભાગીદારોની વચ્ચે કથિત ખેંચતાણનો હવાલો આપતા કહ્યું કે, એવું લાગે છે કે કર્નાટકમાં સ્તતા શાસક લોકો મ્યૂઝિકલ ચેરની ગેમ રમી રહ્યાં છે. જ્યારે સત્તા શાસક લોકો જનતાના કલ્યાણમાં રૂચિ નથી રાખતા તો તે આપણા કાર્યકર્તાઓનું કર્તવ્ય છે કે તે લોકોનો અવાજ બને.


વધુમાં વાંચો: કોણ છે સંજય બારુ? જેમની ’ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’થી કોંગ્રેસમાં ભડકો થયો


રાજ્યમાં કૃષિ સંકટ અને ખેડૂતોની આત્મહત્યાના વિષય પર પુછવામાં આવેલા સવાલ પર પીએમ મોદીએ કહ્યું કે માત્ર કેટલાક ખેડૂતોને રાજ્ય સરકારના દેવા માફી કાર્યક્રમથી લાભ મળ્યો છે. તેમણે પુછ્યું , દેશભરમાં ફરી ફરી જે કૃષિ દેવું માફીનો શ્રેય લઇ રહ્યાં છે, શું તેઓ ખેડૂતોના આપઘાતનો પણ દોષ પોતાના માથે લેશે?
(ઇનપુટ ભાષ)