નવી દિલ્હીઃ બીજેપી અને તેલુગુ દેસમ પાર્ટીના સંબંધોમાં પડેલી તિરાડ વચ્ચે વડાપ્રધાન મોદીએ ગુરૂવારે આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રાબાબુ નાયડૂ સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદી સાંજે 6 કલાકે ટીડીપીના બંન્ને કેન્દ્રીય મંત્રીઓ સાથે મુલાકાત કરશેય ટીડીપીનું વલણ જોતા આ બેઠક મહત્વની થઈ ગઈ છે. બીજીતરફ બીજેપીનું કહેવું છે કે ટીડીપી પોતાના નિર્ણય પર ફરીથી વિચાર કરે. ટીડીપીએ બીજેપી વિરુગ્ધ વચનભંગનો આરોપ લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

29 વખત પીએમ મોદી પાસે મદદ માંગવા દિલ્હી હયોઃ નાયડૂ
ચંદ્રાબાબુ નાયડૂએ વિધાનસભામાં કહ્યું કે, આ સંબંધોને જાળવી રાખવા માટે ખૂબ પ્રયાસ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે 29 વખત દિલ્હી જવા છતા નિરાશા હાથ લાગી. કેન્દ્ર સરકારમાંથી ટીડીપી અલગ થવાના નિર્ણયને યોગ્ય ગણાવતા નાયડૂએ સદનમાં કહ્યું, અરૂણ જેટલીએ બુધવારે જે કહ્યું તે યોગ્ય ન હતું. તમે પૂર્વોત્તર રાજ્યોનો હાથ મજબૂતીથી પકડ્યો છે. પરંતુ આંધ્રનો નહીં. તમે તેને ઓદ્યોગિત પ્રોત્સાહન આપી રહ્યાં છે, પરંતુ આંધ્ર સાથે આવું થતું નથી. આ ભેદભાવ શું છે ? 


આ પહેલા કેન્દ્રમાં મોદી સરકારમાંથી હટ્યા બાદ આંધ્ર પ્રદેશમાં નાયડૂના મંત્રિમંડળમાંથી ભાજપના બે મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. સ્વાસ્થ્ય મંત્રી કામિનેની શ્રીનિવાર અને ધર્માદા મંત્રી પી મનિકલાયા રાવે રાજ્ય વિધાનસભામાં સીએમ સાથે મુલાકાત કરીને રાજીનામાં આપી દીધા. તેમણે મંત્રિમંડળમાં સામેલ કરવા માટે તેમનો આભાર વ્યક્ત કર્યો. જવાબમાં સીએમે તેમની પ્રશંસા કરતા કહ્યું કે તેમણે તેમનું કર્તવ્ય સારી રીતે નિભાવ્યું છે.