Netflix-Amazon ને ઝટકો! મુકેશ અંબાણીની આ યોજનાએ બચાવ્યા યુઝર્સના ઢગલો રૂપિયા!

Jio Cinema: હવે લોકોની મનોરંજન માટેની ફેસેલિટી પણ બદલાઈ ગઈ છે. હવે લોકો મોબાઈલમાં જ ઓટીટી પ્લેટફોર્મ પર મૂવી અને ખાસ કરીને વેબસીરીઝ જોવાનું પસંદ કરે છે. એના માટે તમારે ઈન્ટરનેટ અને સ્પેશિયલ ઓટીટી પ્લેટફોર્મ માટે અલગથી ચાર્જ ખર્ચવો પડે છે. આ કોમ્પિટિશનમાં હવે મુકેશ અંબાણીએ શરૂ કરી છે જબરદસ્ત સ્કીમ...જાણો વિગતો

Netflix-Amazon ને ઝટકો! મુકેશ અંબાણીની આ યોજનાએ બચાવ્યા યુઝર્સના ઢગલો રૂપિયા!

Jio Cinema: ગુજરાતીને બિઝનેસમાં કોઈ ના પહોંચે. એનું સૌથી મોટું ઉદાહરણ મુકેશ અંબાણી છે. મોબાઈલ નવા નવા આવ્યાં ત્યારે એમણે કરલો દુનિયા મુઠ્ઠી મેં કહીને માત્ર 500-500 રૂપિયામાં લોકોના હાથમાં મોબાઈલના ડબલા પકડાવી દીધા હતાં. જોત જોતામાં દેશભરમાં લોકો મોબાઈલના આદી થઈ ગયા. ત્યાર બાદ ઈન્ટરનેટ ડેટાની સ્કીમોમાં પણ મુકેશ અંબાણીએ તેની સામે સ્પર્ધામાં ઉતરેલી કંપનીઓને લગભગ હટાવી દીધી છે. હવે ઓટીટી પ્લેટ ફોર્મની વાત આવી તો એમાં પણ અંબાણી પાછા રહેવા માંગતા નથી. નેટફ્લિક્સ અને એમોઝોનમાં ઝીઓના માધ્યમથી મુકેશ અંબાણી યુઝર્સ માટે લાવ્યાં છે જબરદસ્ત સ્કીમ.

ઉલ્લેખનીય છેકે, નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વિશે વાત કરીએ તો, તેમનું સબ્સ્ક્રિપ્શન મેળવવા માટે તમારે ઓછામાં ઓછા 99 રૂપિયાથી 149 રૂપિયા ચૂકવવા પડશે. આ પછી, ફીચર્સ અને વીડિયો ક્વોલિટી અનુસાર પ્લાનની કિંમત સતત વધતી જાય છે. વાર્ષિક પ્રીમિયમ JioCinema પ્લાન હાલમાં ઉપલબ્ધ છે. તમે JioCinema ની સત્તાવાર વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન દ્વારા સબ્સ્ક્રાઇબ કરી શકો છો, જો કે, Jio એ સ્પષ્ટ કર્યું નથી કે તે એક અથવા વધુ સ્ક્રીનની ઍક્સેસ પ્રદાન કરે છે.

Jio એ લોન્ચ કરી સ્પેશિયલ સ્ક્રીમઃ
Netflix-Amazon જેવા મોટા OTT પ્લેટફોર્મને પછાડવા માટે મુકેશ અંબાણીએ તખ્તો તૈયાર કરી દીધો છે. Netflix-Amazon ને ટક્કર આપવા માટે મુકેશ અંબાણીએ નવો પ્લાન બનાવ્યો છે. નેટફ્લિક્સ અને એમેઝોનના વાર્ષિક પ્લાનની કિંમત હજારોમાં છે, ત્યારે મુકેશ અંબાણીએ OTT પ્લેટફોર્મ Jio સિનેમાનો વાર્ષિક પ્લાન માત્ર રૂ. 299માં લોન્ચ કરીને આ કંપનીઓને મોટો ઝટકો આપ્યો છે. રિલાયન્સ જિયોએ પોતાના યુઝર્સને મોટી ભેટ આપી છે. કંપનીએ પ્રીમિયમ એન્યુઅલ નામનો નવો એડ-ફ્રી પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની વાર્ષિક કિંમત 299 રૂપિયા છે.

અન્ય પ્લેટફોર્મ કરતા કઈ રીતે છે કિંમત ઓછી?
નેટફ્લિક્સ અને એમેઝોનના વાર્ષિક પ્લાનની કિંમત હજારોમાં છે. તેની પાછળ તમારે વર્ષે દહાળે અંદાજે બે થી અઢી હજાર ખર્ચવા પડે છે. ત્યારે મુકેશ અંબાણીએ OTT પ્લેટફોર્મ Jio સિનેમાનો વાર્ષિક પ્લાન માત્ર રૂ. 299માં લોન્ચ કરીને આ કંપનીઓને મોટો ઝટકો આપ્યો છે. 

12 મહિના સુધી ચાલશે 299 રૂપિયાનું રિચાર્જઃ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિલાયન્સ જિયોએ તેના ગ્રાહકો માટે કોઈપણ જાહેરાત વિના નવો પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પ્લાન રજૂ કર્યો છે. તે પ્રીમિયમ સામગ્રી માટે સૌથી વધુ સસ્તું સબ્સ્ક્રિપ્શન પ્લાન માનવામાં આવે છે. નવા એડ-ફ્રી પ્રીમિયમ પ્લાનની કિંમત 12 મહિનાના સમયગાળા માટે રૂ. 299 છે. તે તે વપરાશકર્તાઓ માટે યોગ્ય છે જેઓ જાહેરાત મુક્ત સામગ્રીનો આનંદ માણવા માંગે છે.

શું છે jio પ્રીમિયમ વાર્ષિક પ્લાન?
નવા પ્રીમિયમ વાર્ષિક પ્લાન સાથે, તમે એક વર્ષ સુધી કોઈપણ જાહેરાતો વિના ‘પ્રીમિયમ’ સહિતની તમામ સામગ્રી જોઈ શકશો. આ સિવાય તમે 4K ક્વોલિટીમાં કન્ટેન્ટનો આનંદ લઈ શકો છો. તમે મોબાઈલ એપ પર ઓફલાઈન મોડમાં કન્ટેન્ટ જોઈ શકશો. ગ્રાહકોને આ પ્લાનમાં કનેક્ટેડ ટીવી સહિત કોઈપણ ઉપકરણ પર વિશિષ્ટ શ્રેણી, મૂવીઝ, હોલીવુડ કન્ટેન્ટ, બાળકોના શો અને ટીવી મનોરંજન જોવાની સુવિધા પણ મળે છે.

ઘણો સસ્તો છે આ પ્લાનઃ
JioCinema દ્વારા ઓફર કરવામાં આવેલ વાર્ષિક પ્લાન માસિક પ્લાન કરતાં વધુ સારો છે. પ્રમોશનલ ઑફર્સને કારણે માસિક સિંગલ-સ્ક્રીન પ્લાનની કિંમત દર મહિને રૂ. 29 છે. જો કે, જ્યારે વાર્ષિક ગણતરી કરવામાં આવે છે, ત્યારે તે કુલ રૂ. 348 આવે છે, જે નવા રૂ. 299ના પ્લાન કરતાં રૂ. 49 વધુ છે. નવો પ્લાન દર મહિને રૂ. 59 ની નિયમિત કિંમત કરતાં વધુ સસ્તું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news