31 મેથી આ જાતકોના સિતારા ચમકશે, સૂર્ય-બુધ મળી પૈસાથી ભરશે તિજોરી
Mercury Transit in Taurus: 31 તારીખે બુધ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. બુધના વૃષભમાં પ્રવેશ કરતા બુધાદિત્ય રાજયોગ બનશે, જે કેટલાક જાતકોનું ભાગ્ય ચમકાવી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને ગ્રહોના રાજકુમારનો દરજ્જો પ્રાપ્ત છે અને સૂર્ય ગ્રહોના રાજા છે. આ 2 ગ્રહોની શુક્ર રાશિમાં જલ્દી યુતિ બનવા જઈ રહી છે. મે મહિનાની 31 તારીખે બુધ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં સૂર્ય પહેલાથી બિરાજમાન છે. બુધના વૃષભમાં પ્રવેશ કરતા સૂર્ય અને બુધની યુતિ બનશે, જેનાથી બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થશે. બુધ અને સૂર્યની યુતિ 14 જૂન સુધી રહેશે. બુધ અને સૂર્યની યુતિથી બનનાર બુધાદિત્ય રાજયોગ કેટલાક જાતકોને લાભ કરાવશે.
સિંહ રાશિ
સૂર્ય અને બુધની યુતિથી બનેલો બુધાદિત્ય રાજયોગ સિંહ રાશિના જાતકો માટે શુભ માનવામાં આવી રહ્યો છે. વેપારમાં આવી રહેલી મુશ્કેલી સમાપ્ત થશે. સૂર્ય ગ્રહની કૃપાથી વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. તો આર્થિક સમસ્યા ધીમે-ધીમે દૂર થવા લાગશે.
વૃશ્ચિક રાશિ
બુધ અને સૂર્યની યુતિથી બનેલો બુધાદિત્ય રાજયોગ વૃશ્ચિક રાશિના જાતકો માટે લાભકારી માનવામાં આવી રહ્યો છે. બુધના શુભ પ્રભાવથી વેપાર સાથે જોડાયેલી યોજનાઓ પોતાનો કમાલ દેખાડશે. તો સમાજમાં નામ અને કામ બંનેમાં માન-સન્માન મળશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂરીયાત છે. તો કેટલાક લોકો પોતાના ભાઈ-બહેન સાથે સમય પસાર કરશે. અટવાયેલા કાર્યોમાં ગતિ આવશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોને સૂર્ય અને બુધની યુતિથી બનેલો બુધાદિત્ય રાજયોગ લાભ અપાવશે. કાર્યક્ષેત્રમાં આવી રહેલી મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે. વેપારમાં ધનલાભ થવાની સંભાવના છે. નોકરી કરનાર લોકોને પોતાના બોસ અને સહકર્મીઓનો સાથ મળશે. પરિવારની સાથે ફરવા જઈ શકો છો. તો લગ્ન જીવન સારૂ રહેશે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે