નાસિક: મહારાષ્ટ્ર (Maharashtra) ના નાસિક(Nashik) માં એક દર્દનાક ઘટના સામે આવી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા સંજય શિંદે (NCP leader Sanjay Shinde)ની ગાડીમાં આગ લાગી અને આ ઘટના સમયે તેઓ ગાડીની અંદર જ હોવાથી જીવતા ભૂંજાઈ ગયા અને મૃત્યુ થયું છે. કહેવાય છે કે એનસીપી નેતા સંજય શિંદે મુંબઈ-આગ્રા હાઈવે પર જઈ રહ્યા હતાં તે વખતે પિપલગાંવ બસવંત ટોલ પ્લાઝા પાસે તેમની કારમાં શોર્ટ સર્કિટ થયું અને આગ ભભૂકી ઊઠી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આકાશમાંથી વરસી આફત, પુણે-સોલાપુર હાઈવે બંધ 


દ્રાક્ષના નિકાસકાર હતા સંજય શિંદે
કહેવાય છે કે સંજય શિંદે નાસિક જિલ્લાના એક દ્રાક્ષ નિકાસકાર હતા. પોલીસના જણાવ્યાં મુજબ આ ઘટના મંગળવારે બપોરે પિંપલગાંવ બસવંત ટોલ પ્લાઝા પાસે ઘટી. શિંદે ત્યારે કીટનાશક ખરીદવા માટે પિંપલગાવ જઈ રહ્યા હતાં. પોલીસે જણાવ્યું કે વાયરિંગમાં શોટ સર્કિટ થવાથી તેમની કારમાં આગ લાગી ગઈ. 


ભારે વરસાદથી આંધ્ર પ્રદેશ-તેલંગણામાં 25 લોકોના મોત, પીએમ મોદીએ તમામ શક્ય મદદની ખાતરી આપી


કારની અંદર મળી સેનિટાઈઝરની બોટલ
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "આગ લાગ્યા બાદ સંજય શિંદેએ કાર રોકીને બહાર નીકળવાની કોશિશ કરી પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહીં. કારણ કે કારના દરવાજા લોક થઈ ગયા હતાં. ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને તેમનું મૃત્યુ થયું." અધિકારીએ એમ પણ જણાવ્યું કે "અમને કારની અંદરથી હેન્ડ સેનિટાઈઝર(Hand Sanitizer)ની એક બોટલ પણ મળી આવી છે અને અમને શક છે કે કદાચ આ કારણથી જ આગ ઝડપથી ફેલાઈ ગઈ હશે. કારણ કે તે એક જ્વલનશીલ પદાર્થ છે."


(ઈનપુટ-ભાષા)


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube