મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આકાશમાંથી વરસી આફત, પુણે-સોલાપુર હાઈવે બંધ 

દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai) સહિત મહારાષ્ટ્ર (Maharashtra) ના અનેક જિલ્લાઓમાં આકાશમાંથી પાણી રૂપી આફત વરસી રહી છે. મુંબઈના હિન્દમાતા, પરેલ, ભાયખલ્લા રોડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. મુંબઈ, થાણે, પાલઘરમાં યલો એલર્ટ જ્યારે સિંધુદુર્ગ, રત્નાગિરીમાં રેડ એલર્ટ જાહેર કરાયલી છે. 
મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આકાશમાંથી વરસી આફત, પુણે-સોલાપુર હાઈવે બંધ 

મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai) સહિત મહારાષ્ટ્ર (Maharashtra) ના અનેક જિલ્લાઓમાં આકાશમાંથી પાણી રૂપી આફત વરસી રહી છે. મુંબઈના હિન્દમાતા, પરેલ, ભાયખલ્લા રોડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. મુંબઈ, થાણે, પાલઘરમાં યલો એલર્ટ જ્યારે સિંધુદુર્ગ, રત્નાગિરીમાં રેડ એલર્ટ જાહેર કરાયલી છે. 

બે દિવસની ચેતવણી
વરસાદે મુંબઈમાં મુસીબત વધારી દીધી છે. કોલાબામાં અત્યાર સુધીમાં 85 મિલીમીટર, સાંતાક્રૂઝમાં 66 મિમી, વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન ખાતાએ આગામી 48 કલાકમાં એલર્ટ જાહેર કરેલી છે. મુંબઈ, થાણે, પાલઘરમાં યલો એલર્ટ જ્યારે સિંધુદુર્ગ, રત્નાગિરીમાં રેડ એલર્ટ જાહેર કરાયલી છે. 

પુણે-સોલાપુર હાઈવે બંધ
લગભગ 12 કલાકના ભારે વરસાદ બાદ પુણેના ઈન્દાપુર, નિમગાંવ, કેતકી અને બિધવનમાં હાલાત બેકાબૂ થઈ રહ્યા છે. ઈન્દાપુરમાં માત્ર 12 કલાકમાં 178 મિમી વરસાદ રેકોર્ડ થયો છે. ઉજની બાંધથી છોડાયેલા પાણીના કારણે પુણે-સોલાપુર હાઈવે પાણી પાણી થઈ ગયો છે અને ત્યારબાદ હાઈવે બંધ કરાયો છે. 

પુણેના પ્રસિદ્ધ નીરા નરસિંહપુર મંદિર વિસ્તારમાં પૂર જેવી સ્થિતિના કારણે પ્રશાસન અને ગ્રામ સભાના લોકોએ જનતાને સાવધાન કરી છે. 

Nira Narsingh Temple rain

દક્ષિણમાં જીવલેણ સ્થિતિ
તેલંગણા અને આંધ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે આવેલા પૂરથી જનજીવન પ્રભાવિત થયું છે. પૂર અને વરસાદના કારણે અત્યાર સુધીમાં 19 લોકોના જીવ ગયા છે. 

— President of India (@rashtrapatibhvn) October 14, 2020

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગણાના મુખ્યમંત્રી અને રાજ્યપાલ પાસેથી પૂરની સ્થિતિ અંગે જાણકારી મેળવી અને દરેક શક્ય મદદનો ભરોસો અપાવ્યો. ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને કહ્યું કે ગૃહમંત્રાલય પૂર પ્રભાવિત બંને રાજ્યોની નિગરાણી કરી રહ્યું છે અને શક્ય મદદ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news