કોલકત્તાઃ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ  (Subhash Chandra Bose) ની 125મી જયંતિ પર આયોજીત ઘણા કાર્યક્રમોના ઉદ્ઘાટન કરવા અને તેમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) કોલકત્તા પહોંચી ચુક્યા છે. પ્રધાનમંત્રી વિક્ટોરિયા મેમોરિયલ પહોંચ્યા છે. આ દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamta Banerjee) અને રાજ્યપાલ ધનખડ પણ હાજર છે. પીએમ મોદી મેમોરિયલ હોલમાં પરાક્રમ દિવસ (Parakram Divas) સમારોહનું ઉદ્ઘાટન કરશે. એક ગેલેરી નેતાજીને લઈને તૈયાર કરવામાં આવી છે, જેનું નામ નિર્ભીક સુભાષ રાખવામાં આવ્યુ છે. બીજી ગેલેરી દેશના અન્ય સ્વતંત્રતા આંદોલનકારીઓને લઈને તૈયાર કરવામાં આવ્યું છે જેનું નામ વિપ્લવી ભારત રાખવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Live Updates


નેતાજીને નમન કરુ છુંઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યુ કે, હું નેતાજીની 125મી જયંતિ પર રાષ્ટ્ર તરફથી તેમને નમન કરુ છું. હું આજે બાળક સુભાષને નેતાજી બનાવનારી, તેમના જીવનને તપ, ત્યાર અને તિતિક્ષાથી ઘડનારી બંગાળની આ પુણ્યભૂમિને નમન કરુ છું. નેતાજીની ઉર્જા, આદર્શ, તપસ્યા, ત્યાગ દેશના દરેક યુવક માટે પ્રેરણાનો સ્ત્રોત છે. 


પરાક્રમ દિવસના રૂપમાં ઉજવીશું નેતાજીની જયંતી
પીએમ મોદીએ કહ્યુ કે, આજે જ્યારે ભારત નેતાજીની પ્રેરણાથી આગળ વધી રહ્યો છે, તો આપણા બધાનું કર્તવ્ય છે કે તેમના યોગદાનને પેઢી દર પેઢી યાદ કરવામાં આવશે. તેથી દેશે નક્કી કર્યુ છે કે હવે દર વર્ષે નેતાજીની જયંતિ, એટલે કે 23 જાન્યુઆરીને પરાક્રમ દિવસના રૂપમાં ઉજવવામાં આવશે. 


કોલકત્તા આવીને ભાવુક અનુભવ થઈ રહ્યો છેઃ પીએમ મોદી
પીએમ  મોદી વિક્યોરિયા મેમોરિયલમાં લોકોને સંબોધિત કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે, કોલકત્તા આવીને ભાવુક અનુભવ થઈ રહ્યો છે. નેતાજીને નમન. બાળપણથી જ્યારે પણ નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું નામ સાંભળ્યું, હું કોઈપણ સ્થિતિ-પરિસ્થિતિમાં રહ્યો, આ નામથી એક ઉર્જાથી ભરાઈ ગયો. પીએમે કહ્યું કે, આજના જ દિવસે માં ભારતીના ખોળામાં આ વીર સપૂતે જન્મ લીધો હતો, જેણે આઝાદ ભારતના સપનાને નવી દિશા આપી હતી. આજના દિવસે ગુલામીના તે અંધારામાં ચેતનાનો સંચાર થયો હતો. જેણે વિશ્વની સૌથી મોટી સત્તાની સામે ઉભીને કહ્યું હતું, હું તમારી પાસે આઝાદી માગિશ નહીં, છીનવી લઈશ.


મમતા બેનર્જીએ ભાષણ આપવાનો કર્યો ઇનકાર
નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતિ પર કોલકત્તાના વિક્ટોરિયા મેમોરિયલમાં ચાલી રહેલા કાર્યક્રમમમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ગુસ્સો જોવા મળ્યો હતો. અહીં પર તેમણે ભાષણ આપવાનો ઇનકાર કરી દીધો. હકીકતમાં મમતા બેનર્જી જ્યારે મંચ પર ભાષણ આપવા પહોંચ્યા તો નારેબાજી શરૂ થઈ ગઈ. મમતા બેનર્જીએ કહ્યુ કે, કોઈનું અપમાન કરવું યોગ્ય નથી. 


વિક્યોરિયા મેમોરિયલમાં ચાલી રહ્યો છે કાર્યક્રમ


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube