હાથરસ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના હાથરસ કેસ (Hathras Case) માં શનિવારે મોટો વળાંક આવ્યો. શુક્રવારે સાંજે યોગી સરકારે (Yogi Government) આ મામલે પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા તથા વાદી અને પ્રતિવાદી બંને પક્ષોના નાર્કો ટેસ્ટ ( Narco Test ) કરાવવાના આદેશ આપ્યા હતા. આ કેસમાં એક મોટું ડેવલપમેન્ટ એ આવ્યું કે યુપી સરકારે સીબીઆઈ (CBI) તપાસની પણ ભલામણ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાથરસ કેસની થશે સીબીઆઈ તપાસ, યોગી આદિત્યનાથે આપ્યો આદેશ


જ્યારેથી યોગી સરકારે નાર્કો ટેસ્ટની વાત કરી છે ત્યારથી પીડિત પરિવાર નાર્કો ટેસ્ટની વાતથી ઈન્કાર કરી રહ્યો છે. પીડિત પરિવારે પોતાનો નાર્કો ટેસ્ટ કરાવવાની ચોખ્ખી ના પાડી છે. પરિવારનું કહેવું છે કે તેમને ટેસ્ટ નહીં ફક્ત ન્યાય જોઈએ છે. 


પીડિતાની માતાએ ના પાડી
પીડિતાની માતાએ મીડિયાને કહ્યું કે ઓફિસરોએ પુત્રીના અંતિમ સંસ્કાર ન કરવા દીધા. મૃત્યુ બાદ ડીએમ સતત તેમના પરિવારને નિવેદન બદલવાનું કહી રહ્યા છે. તેમણે કહ્યું કે અમારે નાર્કો ટેસ્ટ કરાવવો નથી. નાર્કો ટેસ્ટ તે આરોપીઓના થવા જોઈએ જેમણે તેમની પુત્રી સાથે ખોટું કર્યું. 


હાથરસ કેસ: CM યોગીની મોટી કાર્યવાહી, SP, DSP સહિત પાંચ અધિકારી સસ્પેન્ડ


ડીએમ-એસપીનો કરાવો નાર્કો ટેસ્ટ- પીડિતાના ભાભી
આ મામલે પીડિતાના ભાભીએ કહ્યું કે નાર્કો ટેસ્ટ શું હોય છે તે ખબર નથી. તેમને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે આ જવાબ આપ્યો હતો. ત્યારબાદ તેમને જ્યારે નાર્કો ટેસ્ટ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે અમારા માટે આ ટેસ્ટની શું જરૂર છે.


પીડિતાના ભાભીએ કહ્યું કે અમે સાચું બોલી રહ્યા છીએ. અમે સાચુ જ બોલીશું. ખોટું નહીં બોલીએ. નાર્કો ટેસ્ટ કરાવવો હોય તો ડીએમસાહેબનો કરાવો. એસપીનો કરાવો. આ લોકોના ટેસ્ટ કરાવો, આ લોકોએ જુઠ્ઠાણા પર જુઠ્ઠાણા બોલ્યા છે. 


ગાંધી જયંતી પર રાહુલ ગાંધીએ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું- 'દુનિયામાં કોઈથી ડરવાનો નથી'


સીબીઆઈ તપાસના આદેશ
ઉત્તર પ્રદેશના હાથરસમાં અનુસૂચિત જાતિની યુવતી સાથે ગેંગરેપના મામલામાં શનિવારે મોટા સમાચાર આવ્યા છે. આ ઘટનામાં પોલીસની કામગીરીથી સતત ટીકાઓનો સામનો કરી રહેલી યોગી સરકારે કેસની સીબીઆઈ તપાસ કરવાની ભલામણ કરી છે. શનિવારે ટ્વીટ કરી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ખબરની પુષ્ટિ કરી છે. મહત્વનું છે કે વિપક્ષી પાર્ટીઓ તરફથી મામલાની સીબીઆઈ તપાસની માગ કરવામાં આવી રહી હતી. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube