કોચ્ચિ: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ સોનાની દાણચોરી કેસમાં મુખ્ય આરોપીઓ સપના સુરેશ (Swapna Suresh)  અને સંદીપ નાયરની શનિવારે બેંગ્લુરુથી ધરપકડ કરી. અધિકૃત સૂત્રોએ આ જાણકારી આપી છે. તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રાજનયિકના સામાન દ્વારા 30 કિગ્રા સોનાની દાણચોરી મામલે એનઆઈએ દ્વારા સપના સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણાવટી હોસ્પિટલે બહાર પાડ્યું હેલ્થ બુલેટિન, જાણો કેવી છે અમિતાભ અને અભિષેકની તબિયત


તિરુવનંતપુરમથી સપના, સારિથ અને સંદીપ નાયર તથા ફાજિલ ફરીદ દાણચોરી મામલે આરોપી છે. NIA સહિત કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને કસ્ટમ વિભાગે કેરળ હાઈકોર્ટમાં સપનાની આગોતરા જામીન અરજીનો વિરોધ કર્યો હતો. 


એશ્વર્યા અને જયા બચ્ચનનો COVID-19 એન્ટિજન ટેસ્ટ નેગેટિવ


અત્રે જણાવવાનું કે સપના સુરેશ તે ચાર આરોપીઓમાંથી એક છે જેના વિરુદ્ધ 30 કિલોગ્રામ સોનાની દાણચોરી મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ કેસ દાખલ કર્યો છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube