કોરોના: એશ્વર્યા, જયા અને આરાધ્યા બચ્ચનના કોરોના એન્ટિજન રિપોર્ટ બાદ હવે Swab રિપોર્ટ પણ નેગેટિવ આવ્યાં

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને શનિવારે સાંજે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. અમિતાભે પોતે ટ્વિટ કરીને કહ્યું કે તેઓ કોવિડ-19 પોઝિટિવ છે. ત્યારબાદ પુત્ર અભિષેક બચ્ચનનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે. બંને હાલ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. આ બાજુ જયા બચ્ચન અને ઐશ્વર્યા બચ્ચનના COVID-19 એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવ્યાં છે.

Updated By: Jul 12, 2020, 09:40 AM IST
કોરોના: એશ્વર્યા, જયા અને આરાધ્યા બચ્ચનના કોરોના એન્ટિજન રિપોર્ટ બાદ હવે Swab રિપોર્ટ પણ નેગેટિવ આવ્યાં

નવી દિલ્હી: બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ને શનિવારે સાંજે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. અમિતાભે પોતે ટ્વિટ કરીને કહ્યું કે તેઓ કોવિડ-19 પોઝિટિવ છે. ત્યારબાદ પુત્ર અભિષેક બચ્ચનનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે. બંને હાલ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. આ બાજુ જયા બચ્ચન અને ઐશ્વર્યા બચ્ચન, આરાધ્યા બચ્ચન ના COVID-19 એન્ટિજન ટેસ્ટ (Antigen Test) નેગેટિવ આવ્યાં છે. જો કે ત્યારબાદ  Swab Testની રાહ જોવાઈ રહી હતી પરંતુ હવે આ રિપોર્ટ પણ આવી ગયો છે  ને પરિવારનો સ્વાબ ટેસ્ટ ( (swab test) રિપોર્ટ પણ સામે આવી ગયો છે. રાહતના સમાચાર એ છે કે આ રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે.  આ બાજુ સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે કે અમિતાભ અને અભિષેકના ફરીથી કોરોના ટેસ્ટ કરાવવામાં આવી શકે છે. 

અમિતાભ બાદ અભિષેક બચ્ચનને પણ કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ

સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઘરના તમામ સભ્યો અને સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો. જેમાં એશ્વર્યા રાય બચ્ચન અને જયા બચ્ચનના એન્ટીજન ટેસ્ટ રિપોર્ટ અને ત્યારબાદ Swab Testના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યાં છે.નાણાવટી હોસ્પિટલે બીએમસીના અધિકારીઓને જાણ કરી છે કે જયા બચ્ચન, એશ્વર્યા બચ્ચન અને આરાધ્યા બચ્ચનના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. આ બાજુ કોરોના પોઝિટિવ અમિતાભ અને અભિષેક બચ્ચનનું સ્વાસ્થ્ય ઠીક છે. 

જીવલેણ કોરોના આગળ અમેરિકાના રાષ્ટ્રપતિ પણ થયા લાચાર, ના..ના.. કરતા પહેર્યો માસ્ક

અત્રે જણાવવાનું કે અભિષેક બચ્ચનની ડેબ્યુ વેબ સિરીઝ બ્રીધ ઈન્ટુ ધ શેડોઝ 10 જુલાઈ રિલીઝ થઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી અભિષેક આ વેબ સિરીઝના ડબિંગ માટે સ્ટુડિયો જતા હતાં. અનેકવાર અભિષેક ડબિંગ સ્ટુડિયો બહાર માસ્કમાં જોવા મળ્યો હતો. અભિષેકે પણ કોરોના પોઝિટિવ હોવાની વાત ટ્વિટ કરીને કહી. જણાવ્યું કે તેઓ અમિતાભની જેમ નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. 

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube