નાણાવટી હોસ્પિટલે બહાર પાડ્યું હેલ્થ બુલેટિન, જાણો કેવી છે અમિતાભ અને અભિષેકની તબિયત

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલ તેઓ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે સૂત્રોના જણાવ્યાં મુજબ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનના એન્ટિજન ટેસ્ટ પોઝિટિવ આવ્યાં બાદ ફરીથી એકવાર તેમના કોરોના ટેસ્ટ થઈ શકે છે. ડોક્ટરોના જણાવ્યાં મુજબ બંનેની હાલાત હાલ સ્થિર છે. બંનેને હળવા લક્ષણો જેમ કે તાવ અને શરદી છે. 

Updated By: Jul 12, 2020, 09:16 AM IST
નાણાવટી હોસ્પિટલે બહાર પાડ્યું હેલ્થ બુલેટિન, જાણો કેવી છે અમિતાભ અને અભિષેકની તબિયત

નવી દિલ્હી: બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ શનિવારે પોઝિટિવ આવ્યો છે અને હાલ તેઓ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નાણાવટી હોસ્પિટલે હેલ્થ બુલેટિન બહાર પાડીને કહ્યું છે કે અમિતાભ અને અભિષેક બચ્ચનનું સ્વાસ્થ્ય હાલ સ્થિર છે. બંનેને હોસ્પિટલના આઈસોલેશન યુનિટમાં રાખવામાં આવ્યાં છે. હેલ્થ બુલેટિનમાં એમ પણ કહેવાયું છે કે અમિતાભ બચ્ચન પોતે ટ્વિટર પર પોતાની તબિયતની જાણકારી આપતા રહેશે. 

એશ્વર્યા અને જયા બચ્ચનનો COVID-19 એન્ટિજન ટેસ્ટ નેગેટિવ, Swab Test રિપોર્ટ આવવાનો બાકી

અમિતાભ બચ્ચન પોતે દિવસમાં 2 વાર મેડિકલ બુલેટિન બહાર પાડશે
બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પોતે દિવસમાં 2 વાર મેડિકલ બુલેટિન બહાર પાડીને સ્વાસ્થ્ય અંગેની જાણકારી સોશિયલ મીડિયા પર આપશે. મીડિયા ઉપરાંત બીજા કોઈને મંજૂરી રહેશે નહીં. 

સૂત્રોના જણાવ્યાં મુજબ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનના એન્ટિજન ટેસ્ટ પોઝિટિવ આવ્યાં બાદ ફરીથી એકવાર તેમના કોરોના ટેસ્ટ થઈ શકે છે. ડોક્ટરોના જણાવ્યાં મુજબ બંનેની હાલાત હાલ સ્થિર છે. બંનેને હળવા લક્ષણો જેમ કે તાવ અને શરદી છે. 

આ બાજુ બીએમસી અધિકારી કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે આજે સવારે 10 વાગે અમિતાભ બચ્ચનના પરિવારના સભ્યોને મળશે. પ્રાથમિક જાણકારી મુજબ કેટલાક કોન્ટેક્ટ ટ્રેસિંગ થયા છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો સાથે પરિવારની મુલાકાત થઈ છે તેમનો સંપર્ક કરવામાં આવશે. 

આ બાજુ મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ પણ કહ્યું કે બંનેનું સ્વાસ્થ્ય સ્થિર છે અને ચિંતાની કોઈ વાત નથી. તેમણે કહ્યું કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનમાં કોરોનાના હળવા લક્ષણો છે. કોવિડ 19ના રેપિડ એન્ટિજન ટેસ્ટમાં બંનેના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. આથી બંનેને નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરાવાયા છે. ચિંતાની હાલ કોઈ વાત નથી. 

અમિતાભ બાદ અભિષેક બચ્ચનને પણ કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ

નાણાવટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના જનસંપર્ક અધિકારીએ હેલ્થ બુલેટિન બહાર પાડતા કહ્યું કે હાલ અમિતાભ બચ્ચનની તબિયત હળવા લક્ષણો સાથે ઠીક છે અને તેમને હોસ્પિટલના આઈસોલેશન યુનિટમાં રાખવામાં આવ્યાં છે. અત્રે જણાવવાનું કે અભિષેક બચ્ચને પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે મારા અને મારા પિતાનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. અમિતાભ અને અભિષેકના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં બાદ ઘરના તમામ સભ્યોના નાણાવટી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં. જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન, જયા બચ્ચન અને આરાધ્યાના કરાયા જેમાં તેમના કોવિડ 19 એન્ટિજન ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. જો કે હજુ પરિવારના સ્વાબ ટેસ્ટ (swab test) રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube