નદી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં કોરોનાની ગંભીર સ્થિતિને જોતા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે બુધવારે રાજ્યમાં નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. બધા શહેરો અને ગામોમાં ફરીથી રાત્રી કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. આ સાથે 1 ડિસેમ્બરથી માસ્ક ન પહેરવા કે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન ન કરવા પર દંડ બમણો કરી દેવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબમાં બધી હોટલ, રેસ્ટોરન્ટ અને લગ્ન સ્થળો રાત્રે 9.30 કલાકે બંધ થઈ જશે. રાત્રે 10 કલાકથી સવારે 5 કલાક સુધી રાત્રી કર્ફ્યૂ લાગૂ રહેશે. પંજાબ સરકારના પ્રવક્તાએ કહ્યુ કે, કોરોના પ્રોટોકોલનું પાલન ન કરવા પર હવે 500ના સ્થાને 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. રાત્રી કર્ફ્યૂની 15 ડિસેમ્બરે સમીક્ષા કરવામાં આવશે. 


પંજાબમાં દિલ્હીના દર્દીઓની સ્થિતિને જોતા રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધતાની સમીક્ષા અને વ્યવસ્થા કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના મુખ્ય સચિવ વિની મહાજને સંબંધિત વિભાગોની સાથે કામ કરવાનું કહ્યુ છે જેથી કોરોના માટે વધુ ખાનગી હોસ્પિટલોની મદદ લઈ શકાય.


વિજયકુમાર સિન્હા બન્યા બિહાર વિધાનસભાના નવા સ્પીકર, RJD નો વિરોધ એળે ગયો


ઓક્સીજન અને આઈસીયૂ બેડની ઉપલબ્ધતા અને મજબૂત કરવા માટે સીએમે એલ  II અને એલ  IIIને મજબૂત કરવાના આદેશ આપ્યા છે. સાથે તે જિલ્લામાં સતત નજર રાખવાનો આદેશ આપ્યો, જ્યાં એલ  III સુવિધાઓ નથી. 


મુખ્યમંત્રીએ સ્વાસ્થ્ય અને ચિકિત્સા શિક્ષણ વિભાગોના નિષ્ણાંતો, સુપર-નિષ્ણાંતો, નર્સો અને પેરામેડિકલ સ્ટાફની તત્કાલ ભરતી કરવાનો નિર્દેશ આપ્યો છે. 249 વિશેષ ડોક્ટરો અને 407 ચિકિત્સા અધિકારીઓની ભરતી થશે. વિભાગોને તે પણ કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં જરૂર પડવા પર ચોથા અને પાંચમાં વર્ષના એમબીબીએસ વિદ્યાર્થીઓની મદદ લેવામાં આવે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube