નવી દિલ્હી: દેશને હચમચાવી દેનાર નિર્ભયા કેસ (Nirbhya Case)માં સુપ્રીમ કોર્ટ દ્વારા હત્યારા અક્ષય ઠાકુરની પુનર્વિચાર અરજીને નકારી કાઢ્યા બાદ પટિયાલા હાઉસ કોર્ટમાં દોષીઓને જલદી ફાંસી આપવાની અરજી પર સુનાવણી શરૂ થઇ. સુનાવણી પહેલાં જજે અક્ષયની પુનર્વિચાર અરજી વિશે પૂછવામાં આવ્યું હતું. તેના પર નિર્ભયાના વકીલે કહ્યું કે દોષીઓને પુનર્વિચાર અરજી પર સુપ્રીમ કોર્ટમાં અરજીને નકારી કાઢી છે. કોર્ટમાં નિર્ભયાના વકીલે માંગ કરી છે કે દોષીઓ માટે ડેથ વોરન્ટ જાહેર કરવામાં આવે અને ફાંસી આપવા માટે 14 દિવસનો સમય નક્કી કરવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટની પાસે અરજી નકારી કાઢી હોવાની સત્તાવાર જાણકારી પહોંચી ગઇ છે. પટિયાલા હાઉસ કોર્ટમાં આજે મામલે સુનાવણી ટળી ગઇ છે. હવે 7 જાન્યુઆરી 2020ના રોજ આ મામલે આગામી સુનાવણી થશે. સુનાવણી ટળ્યા બાદ કોર્ટ રૂમમાં ઉભેલી નિર્ભયાની મા આશા દેવી રડવા લાગી હતી. 

નિર્ભયા ગેંગરેપ કેસ: સુપ્રીમ કોર્ટે દોષિત અક્ષયની પુન:વિચાર અરજી ફગાવી, ફાંસીની સજા યથાવત


આ પહેલાં જ્યારે 13 ડિસેમ્બરના રોજ સુનાવણી થઇ તો કોર્ટે કહ્યું કે દોષી અક્ષયની પુનર્વિચાર અરજી પર 17 ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં થવાની છે, તેના ચૂકાદાની રાહ જોવી પડશે. ત્યારબાદ 18 ડિસેમ્બરે સુનાવણી થશે. સુનાવણી દરમિયાન અરજી દાખલ કરનાર નિર્ભયાના માતા-પિતા પણ કોર્ટમાં હાજર હતા. દોષીના વકીલ એપી સિંહે કહ્યું કે અમારી ઘણી અરજીઓ અલગ-અલગ જગ્યાએ પેન્ડીંગ છે. તેના પર કોર્ટ કહ્યું કે તમને ઘણીવાર પહેલાં સૂચના આપવામાં આવી છે. તમે કેસને લાંબો ખેંચવાનો પ્રયત્ન કરો છો.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube