Kisan Andolan Update : સંયુક્ત કિસાન મોર્ચાની જાહેરાત, કસ્ટડીમાં લેવામાં આવેલા કિસાનોને છોડવામાં આવે ત્યારે સરકાર સાથે થશે વાત
દિલ્હીની સરહદો પર કિસાનોના પ્રદર્શન સ્થળોની પાસે વધારાના સુરક્ષાકર્મીઓની તૈનાતી અને ઘણી જગ્યાએ બેરિકેડ લગાવવાની સાથે સુરક્ષા વધારી દેવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાનીના ઘણા મુખ્ય માર્ગો પર મંગળવારે ટ્રાફિક જામ થઈ ગયો. તો કિસાનોએ સરકારની સાથે વાતચીતને લઈને મોટી જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ 26 જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલા ઉપદ્રવ અને હિંસા બાદ કિસાન આંદોલન (Kisan Andolan) માં ઘણા ફેરફાર આવ્યા છે. દિલ્હી બોર્ડર પર સુરક્ષા વધુ કડક કરી દેવામાં આવી છે તો ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. વાતચીતની ચર્ચાઓ વચ્ચે કિસાન નેતાઓએ સ્પષ્ટ કહ્યુ કે, જ્યાં સુધી કસ્ટડીમાં લેવામાં આવેલા કિસાનોને છોડવામાં આવશે નહીં, ત્યાં સુધી સરકારની સાથે કોઈ ઔપચારિક વાતચીત થશે નહીં.
સંયુક્ત કિસાન મોર્ચાએ મંગળવારે કહ્યું કે, પોલીસ અને તંત્ર દ્વારા પરેશાની બંધ અને કસ્ટડીમાં લેવામાં આવેલા કિસાનો ન છુટે ત્યાં સુધી સરકારની સાથે કોઈ પ્રકારની ઔપચારિક વાતચીત થશે નહીં. ઘણા કિસાન સંગઠનોના આ સમૂહે એક નિવેદન જારી કરી આરોપ લગાવ્યો કે, રસ્તાઓ પર ખિલ્લા ઠોકવા, કાંટા વાળા તાર લગાવવા, આંતરીક રસ્તાઓને બંધ કરવા સહિત અવરોધ વધારવા, ઈન્ટરનેટ સેવાઓને બંધ કરવી અને ભાજપ તથા આરએસએસ કાર્યકર્તાઓના માધ્યમથી પ્રદર્શન કરાવવું, સરકાર, પોલીસ તથા પ્રશાસન તરફથી નિયોજીત હુમલાનો ભાગ છે.
આ પણ વાંચોઃ Farmers Protest: સંજય રાઉતે રાકેશ ટિકૈત સાથે કરી મુલાકાત, કહ્યું- અહંકારથી દેશ ચાલતો નથી
અમરિંદરે તૈનાત રાખી છે 70 વકીલોની ટીમ
તો પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ (Chief Minister Amarinder Singh) એ પંજાબ સરકારે કિસાનોને કાયદાકીય સહાયતા આપવા માટે દિલ્હીમાં 70 વકીલોની નિમણૂક કરી છે. તેમણે કહ્યું કે, તેમની સરકારે હેલ્પલાઇન નંબર 112 શરૂ કર્યો છે, જેના પર લોકોને ટ્રેક્ટર પરેડ બાદ લાપતા લોકો વિશે રિપોર્ટ કરવાનું કહેવામાં આવ્યું છે.
ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવી લોકતંત્ર પર હુમલોઃ મોર્ચો
મોર્ચાએ દાવો કર્યો કે કિસાનોના પ્રદર્શન સ્થળ પર વારંવાર ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવી, કિસાન આંદોલન સાથે જોડાયેલા ઘણા ટ્વિટર એકાઉન્ટને બ્લોક કરવા લોકતંત્ર પર સીધો હુમલો છે. સૂત્રોનું કહેવું છે કે ટ્વિટરે સોમવારે પોતાના સોશિયલ મીડિયા મંચ પર આશરે 250 એવા એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો જેના દ્વારા કિસાન આંદોલન (Kisna Andolan) સંબંધિત ખોટી અને ભડકાઉ પોસ્ટ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ પંજાબ: અકાલી દળના નેતા સુખબીર બાદલની ગાડી પર હુમલો, ધડાધડ ગોળીઓ છૂટી
સંયુક્ત કિસાન મોર્ચાએ કહ્યું, એમ લાગે છે કે સરકાર કિસાનોના પ્રદર્શનને વિભિન્ન રાજ્યોથી સમર્થન વધ્યા બાદ ડરી ગઈ છે. દિલ્હીની સરહદોની નજીક હજારો કિસાન છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગ સાથે પ્રદર્શન કરી રહ્યાં છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube