Punjab: અકાલી દળના નેતા Sukhbir Singh Badal ની ગાડી પર હુમલો, ધડાધડ ગોળીઓ છૂટી
પંજાબ (Punjab) ના જલાલાબાદમાં શિરોમણી અકાલી દળ (Shiromani Akali Dal) નેતા સુખબીર સિંહ બાદલ (Sukhbir Singh Badal) ની ગાડી પર હુમલો થયો છે. આ દરમિયાન ગાડી પર ફાયરિંગ થયું. અકાલી દળનો આરોપ છે કે આ હુમલો કોંગ્રેસ (Congress) ના કાર્યકરોએ કર્યો.
Trending Photos
નવી દિલ્હી: પંજાબ (Punjab) ના જલાલાબાદમાં શિરોમણી અકાલી દળ (Shiromani Akali Dal) નેતા સુખબીર સિંહ બાદલ (Sukhbir Singh Badal) ની ગાડી પર હુમલો થયો છે. આ દરમિયાન ગાડી પર ફાયરિંગ થયું. અકાલી દળનો આરોપ છે કે આ હુમલો કોંગ્રેસ (Congress) ના કાર્યકરોએ કર્યો.અનેક રાઉન્ડ ફાયરિંગ થયું અને પથ્થરમારો પણ થયો.
વાત જાણે એમ છે કે પંજાબ (Punjab) ના જલાલાબાદમાં સ્થાનિક ચૂંટણીઓ યોજાઈ રહી છે. અકાલી દળ (Shiromani Akali Dal) ના ઉમેદવાર નામાંકન ભરી રહ્યા હતા, ત્યારે અકાલી દળના પ્રમુખ સુખબીર બાદલ (Sukhbir Singh Badal) ત્યાં પહોંચ્યા હતા અને જેવા તેઓ ત્યાં પહેંચ્યા એટલે તરત જ હંગામો શરૂ થયો હતો. ચારેબાજુ ભાગદોડ મચી ગયી અને લોકો બેરિકેડિંગ તોડીને કોર્ટ કોમ્પલેક્સમાં દાખલ થવા લાગ્યા. આ દરમિયાન ખુબ પથ્થરમારો થયો. અનેક રાઉન્ડ ફાયરિંગ થયું. એટલું જ નહીં સુખબીર બાદલની ગાડી પર પથ્થરમારો પણ થયો. જો કે પથ્થરમારો થયો ત્યારે તેઓ ગાડીમાં નહતા. તેમને સુરક્ષા ઘેરામાં બીજી જગ્યાએ લઈ જવાયા હતા. આ પથ્થરમારા બાદ થયેલી ભાગદોડમાં બે વ્યક્તિ ઘાયલ થઈ છે. કહેવાય છે કે હુમલા બાદ સુખબીર સિંહ બાદલ ધરણા પર બેસી ગયા છે.
#WATCH | Shiromani Akali Dal (SAD) president Sukhbir Singh Badal's vehicle attacked in Jalalabad, Punjab.
(Note: Strong language) pic.twitter.com/kH9HWL9ZPg
— ANI (@ANI) February 2, 2021
અકાલી દળનો આરોપ છે કે (Congress) દ્વારા તેમને ઉમેદવારી પત્રક દાખલ કરતા રોકવા માટે આ બબાલ કરવામાં આવી. અકાલી દળના નેતાઓએ કહ્યું કે કોંગ્રેસના ગુંડાઓ હંગામો કરી રહ્યા છે અને અમને ઉમેદવારી નોંધાવતા રોકી રહ્યા છે. કોંગ્રેસ ધક્કાશાહીથી ચૂંટણી જીતવા માંગે છે પરંતુ ચૂંટણીમાં જનતા તેમને પાઠ ભણાવશે.
હાલ જો કે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને મામલાને શાંત કરવાની કવાયત કરી રહી છે. હજુ પણ માહોલ તણાવપૂર્ણ છે. અકાલી દળે સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલાની ટીકા કરી છે. અત્રે જણાવવાનું કે પંજાબમાં 14 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક ચૂંટણીઓ છે. તે પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે પણ હાથાપાઈ થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે