હવે ડીઝલથી નહીં વીજળીથી દોડશે ટ્રક, ટૂંક સમયમાં આ કોરિડોર પર થશે ટ્રાયલ
માર્ગ પરિવહન અને ભારે ઉદ્યોગ મંત્રાલયની યોજના સફળ રહી તો ટૂંક સમયમાં ટ્રક ડીઝલની જગ્યાએ વીજળીથી દોડતા દેખાશે. માર્ગ પરિવહન અને ભારે ઉદ્યોગ મંત્રાલય આ પ્રકારની એક સંયુક્ત યોજનામાં કામ કરી રહ્યાં છે.
નવી દિલ્હી: માર્ગ પરિવહન અને ભારે ઉદ્યોગ મંત્રાલયની યોજના સફળ રહી તો ટૂંક સમયમાં ટ્રક ડીઝલની જગ્યાએ વીજળીથી દોડતા દેખાશે. માર્ગ પરિવહન અને ભારે ઉદ્યોગ મંત્રાલય આ પ્રકારની એક સંયુક્ત યોજનામાં કામ કરી રહ્યાં છે. જેના અંતર્ગત, દિલ્હીથી મુંબઇની વચ્ચે બનાવવામાં આવેલ ગ્રીન એક્સપ્રેસ હાઇવેમાં વીજળીથી ટ્રકો દોડાવવાનો ટ્રાયલ રન શરૂ કરવાની પણ યોજના છે. મંત્રાલયનું કહેવું છે કે, ટ્રાયલ રન સફળ રહ્યો તો દિલ્હીથી મુંબઇની વચ્ચે બનાવેલા હાઇવે પર વીજળીથી ચાલતા ટ્રકો માટે એક અલગ કોરિડડોર બનાવવામાં આવશે.
વધુમાં વાંચો:- મધ્યસ્થતા વિવાદ: ‘PM મોદી આવીને કહે US રાષ્ટ્રપતિ ખોટુ બોલે છે, તો અમે વાત માનીશું’
80 ટન ક્ષમકાવાળા ટ્રકનું વીજળીથી થશે કાર્યરત
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીના અનુસાર, દિલ્હથી મુંબઇની વચ્ચે બનાવવામાં આવેલા ગ્રીન એક્સપ્રેસ હાઇવે પર ભારે ઉદ્યોગ મંત્રાલયની મદદથી દસ કિલોમીટરનો એક કોરિડોર બનાવવામાં આવશે. જેમાં વીજળીના તાર લાગ્યા હશે. આ તારોની મદદથી 80 ટન ક્ષમતાવાળા ઇલેક્ટ્રિક ટ્રકને પેન્ટોગ્રાફ સાથે જોડવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આ કોરિડોર પર ચાલતા ટ્રકમાં બેટરીનો વિકલ્પ પણ હશે. પેન્ટ્રોગ્રાફની મદદથી થોડા કિલોમીટર ચાલશે. આ સમયગાળામાં ટ્રકની બેટરી ચાર્જ કરવામાં આવશે. ત્યારબાદ બેટરી પર ટ્રકોને ચલાવવામાં આવશે. બેટરી ડીસ્ચાર્જ થતા આ ટ્રક પાછા વીજળીથી ચાલશે.
વધુમાં વાંચો:- ટ્રમ્પના કાશ્મીર મુદ્દે જુઠ્ઠાણા બાદ કોંગ્રેસના નેતા શશી થરુરે PM મોદીને સાથ આપ્યો
120 કિમી ઓછું થઇ જશે દિલ્હીથી મુંબઇનું અંતર
તેમણે જણાવ્યું કે, જો આ યોજના સફળ થશે તો એક કિલોમીટર ડીઝલમાં જેટલું અંતર એક ટ્રક કાપે છે, તેટલું અંતર કાપવામાં માત્ર 12 રૂપિયાનો ખર્ચ આવશે. તેમણે સંભાવના જાહેર કરી છે કે, દિલ્હીથી મુંબઇની વચ્ચે બનનારા આ ગ્રીન એક્સપ્રેસ હાઇવે આગામી ત્રણથી વર્ષમાં બનીને તૈયાર થઇ જશે. ત્યારબાદ ઇલેક્ટ્રિક ટ્રકોનું પરીક્ષણ આઆ કોરિડોરમાં કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આ હાઇવે બન્યા બાદ દિલ્હીથી મુંબઇ વચ્ચેનું અંતર 120 કિલોમીટર ઓછું થઇ જશે અને માત્ર 12 કલાકમાં દિલ્હીથી મુંબઇની મુસાફરી પૂરી કરવામાં આવી શકશે.
વધુમાં વાંચો:- કર્ણાટક સંકટ : બાગી ધારાસભ્યોએ સ્પીકર સામે રજૂ થવા 4 સપ્તાહનો સમય માંગ્યો
આ દેશોમાં સફળતાપૂર્વક ચાલી રહ્યો છે ઇલેક્ટ્રિક ટ્રક
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીના જણાવ્યા અનુસાર, વીજળીથી ચાલતા ટ્રક આપણા દેશ માટે ભલે નવી વાત હોય, પરંતુ દુનિયામાં ઘણા એવા દેશો છે જ્યાં આ પ્રકારના ટ્રક ચાલે છે. જે દેશોમાં વીજળીથી ટ્રક ચલાવવામાં આવી રહ્યાં છે. તેમાં અમેરિકા, સૈનફ્રાંસિસ્કો, જર્મની અને સ્વીડન સામેલ છે. તેમણે જણાવ્યું કે તાજેતરમાં તેમણે સ્વીડન અને જર્મનીમાં વીજળીથી ચાલતા ટ્રકોની યોજનાને જોઇ છે. ટૂંક સમયમાં ભારતમાં પણ લાગુ કરવામાં આવશે. આ યોજનાને લાગુ કર્યા બાદ સામાનને એક શહેરથી બીજા શહેર લઇ જવાના ખર્ચમાં ઘટાડો આવશે.
જુઓ Live TV:-