ટ્રમ્પના કાશ્મીર મુદ્દે જુઠ્ઠાણા બાદ કોંગ્રેસના નેતા શશી થરુરે PM મોદીને સાથ આપ્યો
Trending Photos
નવી દિલ્હી :પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મુલાકાત દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને ખોટુ નિવેદન આપ્યું છે. તેના બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરુરે પીએમ મોદીનો બચાવ કર્યો છે. થરુરે ડોનાલ્ડ ટ્રમ્પનો ક્લાસ લેતા કહ્યું કે, ટ્રમ્પ એકદમ જુઠ્ઠાણુ ચલાવે છે. પીએમ મોદી ક્યારેય પણ કાશ્મીર મુદ્દે કોઈ ત્રીજાના મધ્યસ્થીની વાત નથી કહી શક્તા. થરુરે કહ્યું કે, વાતચીત દરમિયાન પીએમ મોદીની કહેલી વાતો ટ્રમ્પ યોગ્ય રીતે સમજી શક્યા નહિ હોય. તેથી તેઓ આવી વાત કહી રહ્યાં છે.
ભારતના વિદેશ મંત્રાલયનું નિવેદન
આ પહેલા ભારતના વિદેશ મંત્રાલય પણ અમેરિકન રાષ્ટ્રપતિને ખોટું બતાવી ચૂક્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટર પર લખ્યું કે, અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નિવેદન પ્રેસમાં જોયું. તેઓ કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવા માટે તૈયાર છે. જો ભારત અને પાકિસ્તાન તેની માંગ કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવી કોઈ માંગણી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસેથી કરી નથી.
દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV
તેમણે આગળ લખ્યું કે, કાશ્મીર મુદ્દે ભારતનું સ્ટેન્ડ સ્પષ્ટ છે. કાશ્મીર બે દેશોની વચ્ચેનો મુદ્દો છે, આવામાં તેના પર દ્વિપક્ષીય વાર્તા થઈ શકે છે. પાકિસ્તાનની સાથે કોઈ પણ વાતચીતની શરત એ છે કે, સીમા પારથી આતંકવાદ બંધ થાય.
ટ્રમ્પે શું કહ્યું....
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે વાતચીત દરમિયાન પ્રેસને સંબોધિત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, બે સપ્તાહ પહેલા મારી પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઈ અને તેમણે મે પૂછ્યું હતું કે, ‘શું તમે મધ્સ્થી બનવા ઈચ્છશો’. મેં પૂછ્યું, ‘ક્યાં’. તો તેમણે કહ્યું, ‘કાશ્મીરમાં’. તો સામે પાકિસ્તાનના વડાપ્રધાન ડોનાલ્ડ ટ્રમ્પે પણ કાશ્મીર મુદ્દે મધ્યસ્થીની ભૂમિકા બનાવવાનો આગ્રહ કર્યો છે. તેના પર ટ્રમ્પે કહ્યું કે, ‘જો હું મદદ કરી શકુંછ તો મને મધ્યસ્થી બનીને ખુશી થશે.’
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે