Omicron Variant: 40 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવે કોવિડ વેક્સીનનો બૂસ્ટર ડોઝ, INSACOG ની ભલામણ
ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ સીક્વેન્સિંગ કંસોર્ટિયમ (INSACOG) ના સાપ્તાહિક બુલેટિનમાં આ વાત કહેવામાં આવી છે. જણાવી દઈએ કે INSACOG એ કોરોનાના જીનોમિક ફેરફારો પર નજર રાખવા માટે સરકાર દ્વારા સ્થાપિત રાષ્ટ્રીય પરીક્ષણ પ્રયોગશાળાઓનું નેટવર્ક છે.
નવી દિલ્હીઃ સર્વોચ્ચ ભારતીય જીનોમ વૈજ્ઞાનિકોએ 40 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે કોરોના વેક્સીનના બૂસ્ટર ડોઝ (Booster Dose) ની ભલામણ કરી છે. તેમણે ઉચ્ચ જોખમ વાળી 40 વર્ષથી વધુ ઉંમરની વસ્તીને પ્રાથમિકતા સાથે બૂસ્ટર ડોઝ આપવાની ભલામણ કરી છે.
ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ સીક્વેન્સિંગ કંસોર્ટિયમ (INSACOG) ના સાપ્તાહિક બુલેટિનમાં આ વાત કહેવામાં આવી છે. જણાવી દઈએ કે INSACOG એ કોરોનાના જીનોમિક ફેરફારો પર નજર રાખવા માટે સરકાર દ્વારા સ્થાપિત રાષ્ટ્રીય પરીક્ષણ પ્રયોગશાળાઓનું નેટવર્ક છે. ઇનસગાકો બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે- બદા બાકી બિન-જોખમવાળા લોકોનું રસીકરણ અને 40 વર્ષ અને તેનાથી વધુ ઉંરના લોકોને બૂસ્ટર ડોઝ આપવા પર વિચાર કરી શકાય છે.
દેશમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોન (Omicron) ની એન્ટ્રીએ સરકારની ચિંતા વધારી છે. ઇનસાકોગે કહ્યું કે, આ પહેલા સૌથી ઉચ્ચ જોખમવાળા લોકોને ટાર્ગેટ કરવા પર વિચાર કરી શકાય છે, કારણ કે ભલે હાલની રસીથી ઓમિક્રોનને બિન-અસર કરવા માટે પૂરતી સંભાવના નથી, પરંતુ તેનાથી ગંભીર બીમારીનો ખતરો ઓછો કરવાની સંભાવના છે.
આ પણ વાંચોઞઃ આખરે ભારતમાં જેનો ડર હતો એ જ થયું! દિલ્હી પહોંચ્યો ખતરનાક ઓમિક્રોન, હોસ્પિટલમાં દાખલ કરાયા 12 દર્દી
કોવિશીલ્ડ માટે બૂસ્ટર ડોઝ તરીકે સીરમે ડીસીજીઆઈ પાસે માંગી મંજૂરી
સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાએ કોવિશીલ્ડને બૂસ્ટર ડોઝ તરીકે લગાવવા માટે દવા નિયામક પાસે મંજૂરી માંગી છે. કંપનીએ કહ્યું કે, દેશમાં પર્યાપ્ત સંખ્યામાં વેક્સીન ઉપલબ્ધ છે અને કોરોના વાયરસના નવા વેરિએન્ટ સામે આવ્યા બાદ બૂસ્ટર ડોઝની જરૂર છે. એસઆઈઆઈમાં સરકાર અને નિયામક મામલાના ડાયરેક્ટર પ્રકાશ કુમાર સિંહે ભારતના દવા મહાનિયામક (ડીજીસીઆઈ) ને આ સંબંધમાં એક અરજી આપી છે.
નીતિ આયોગના સભ્ય સ્વાસ્થ્ય ડોક્ટર વીકે પોલે કોરોના વેક્સીનના બૂસ્ટર ડોઝ વિશે પૂછવા પર પોલે કહ્યુ હતુ કે ઓમિક્રોન વેરિએન્ટની તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ રિપોર્ટ આધાર પર તેના પર નિર્ણય લેવામાં આવશે.
બૂસ્ટર ડોઝ પર શું બોલ્યા નીતિ આયોગના સભ્ય
નીતિ આયોગના સભ્ય સ્વાસ્થ્ય ડોક્ટર વીકે પોલે ગુરૂવારે કોરોના વેક્સીનના બૂસ્ટર ડોઝને લઈને કહ્યુ હતુ કે ઓમિક્રોન વેરિએન્ટની તપાસ કરવામાં આવી રહી છે અને રિપોર્ટના આધારે નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે હાલ કેન્દ્રની પ્રાથમિકતા દેશની વયસ્ક વસ્તીને કોરોના વિરુદ્ધ સંપૂર્ણ રસીકરણ કરવાની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube