કર્ણાટક બાદ દિલ્હી પહોંચ્યો Omicron Variant? હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા એકસાથે 12 શંકાસ્પદ દર્દી

કર્ણાટકમાં બે કેસ નોંધાયા બાદ હવે દિલ્હીની લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલ (LNJP Hospital) માં અત્યાર સુધી કોવિડ 19ના ઓમિક્રોન વેરિયન્ટ (COVID-19 Omicron Variant) થી સંક્રમિત થવાની શંકાના કારણે 12 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. 

Updated By: Dec 3, 2021, 03:21 PM IST
કર્ણાટક બાદ દિલ્હી પહોંચ્યો Omicron Variant? હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા એકસાથે 12 શંકાસ્પદ દર્દી

નવી દિલ્હી: કોરોના વાયરસનો નવો વેરિયેન્ટ ઓમિક્રોન (Coronavirus Omicron Variant) દુનિયાભરમાં ઝડપથી ફેલાઈને હાહાકાર મચાવી રહ્યો છે અને અત્યાર સુધી ભારત સહિત 25થી વધુ દેશોમાં તેની પુષ્ટિ થઈ ચૂકી છે. ભારતમાં પણ તેનો પગપેસરો થઈ ચૂક્યો છે. કર્ણાટકમાં બે કેસ નોંધાયા બાદ હવે દિલ્હીની લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલ (LNJP Hospital) માં અત્યાર સુધી કોવિડ 19ના ઓમિક્રોન વેરિયન્ટ (COVID-19 Omicron Variant) થી સંક્રમિત થવાની શંકાના કારણે 12 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. ન્યૂઝ એજન્સી ANIના સૂત્રોના હવાલેથી આ જાણકારી આપવામાં આવી છે.

જીનોમ સિકવેન્સિંગ માટે મોકલવામાં આવશે સેમ્પલ
સૂત્રો અનુસાર, કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોન (Coronavirus Omicron Variant)ના 8 શંકાસ્પદોને ગઈકાલે (2 ડિસેમ્બર 2021) એલએનપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે ચાર અન્ય શંકાસ્પદોને આજે (3 ડિસેમ્બર 2021) દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી બેનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે, જ્યારે અન્ય 2ના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. તેની સાથે તમામ દર્દીઓના સેમ્પલ જિનોમ સિકવેન્સિંગ Genome Sequencing) માટે મોકલવામાં આવશે.

આ દેશોમાંથી પરત ફર્યા છે ઓમિક્રોનથી સંક્રમિત શંકાસ્પદ 
સૂત્રોએ જણાવ્યું હતું કે એલએનજેપી હોસ્પિટલ (LNJP Hospital)માં આજે (3 ડિસેમ્બર) દાખલ કરાયેલા 4 શંકાસ્પદ લોકોમાંથી બે બ્રિટનથી પાછા ફર્યા હતા, જ્યારે એક ફ્રાન્સથી અને એક નેધરલેન્ડથી પાછો ફર્યો હતો. આ સાથે કોવિડ-19થી સંક્રમિત દર્દીઓની કોન્ટ્રેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહી છે અને તેમનો ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે.

ભારતમાં ઓમિક્રોનના 2 કેસની થઈ છે પુષ્ટિ
અગાઉ ગુરુવારે (2 ડિસેમ્બર), કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે  (Union Health Ministry) ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant)ની હાજરીની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે કર્ણાટકમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના બે કેસ મળી આવ્યા છે. કર્ણાટકના આરોગ્ય મંત્રી ડૉ. સુધાકરે મીડિયાને જણાવ્યું હતું કે, 'કોવિડ-19ના ઓમિક્રોન વેરિઅન્ટ (Covid-19 Omicron Variant)થી બે લોકો સંક્રમિત જોવા મળ્યા છે. ચેપગ્રસ્ત વ્યક્તિની ઉંમર આશરે 66 વર્ષની છે, જે દક્ષિણ આફ્રિકાનો નાગરિક છે અને પાછો ગયો છે. જ્યારે અન્ય વ્યક્તિ 46 વર્ષીય ડોક્ટર છે અને તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube