નવી દિલ્હી : રાહુલ ગાંધી ભલે લોકસભા ચૂંટણીમાં થયેલા રકાસ બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવા માંગતા હોય પરંતું કોંગ્રેસની વર્કિંગ કમિટીએ તેમની રજુઆતને નામંજુર કરી દીધી છે. આ તરફ એવા સમાચાર છે કે રાહુલને એવું કરતા અટકાવવા માટે કોંગ્રેસના સીનિયર નેતા પી.ચિદમ્બરમે ભાવુક અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, જો રાહુલ ગાંધી રાજીનામું આપશે તે દક્ષિણમાં પાર્ટી કાર્યકર્તાઓ આત્મહત્યા કરી લેશે. ત્યાર બાદ કેરળથી રાહુલ ગાંધીના સપોર્ટમાં નેતાઓનાં નિવેદનો આવવાનાં ચાલુ થઇ ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરૂ બન્યા નરેન્દ્ર મોદી, નવા ચૂંટાયેલા સાંસદોને આપ્યો સફળતાનો ગુરૂમંત્ર

રાહુલનાં રાજીનામાની રજુઆત આગની જેમ સમાચારો ફેલાઇ ગયા હતા. ત્યાર બાદ કેરળ કોંગ્રેસનાં નેતાઓનાં તેમના સમર્થનમાં નિવેદન આવવાનાં ચાલુ થઇ ગયા. કેરળ કોંગ્રેસનાં નેતાઓએ કહ્યું કે, હાર બાદ રાહુલ ગાંધીને અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની જરૂર નથી. તેના પર રાજ્ય વિધાનસક્ષામાં વિપક્ષનાં નેતા રમેશ ચેન્નિથલાએ કહ્યું કે, અતીતમાં પણ કોંગ્રેસ પાર્ટીના આવા પરાજય થયા છે અને પાર્ટી ફરીથી બેઠી થઇ છે. ચેન્નિથલાએ કહ્યું કે, રાહુલ ગાંધીને રાજીનામું આપવાની કોઇ જ જરૂર નથી. ગાંધીનું રાજીનામું તેનો ઉકેલ નથી. પાર્ટીને હવે મજબુત બનાવવાની જરૂર છે અને ફરી એકવાર લોકોનો વિશ્વાસ મેળવવા માટેની જરૂર છે અને તેના માટે તેમને પાર્ટીનું નેતૃત્વ કરું જોઇએ. 


નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિને મળી સરકારનો દાવો રજુ કર્યો, તમામની અપેક્ષા પુર્ણ કરવાની પ્રતિબદ્ધ
નાગાલેન્ડમાં ઉગ્રવાદી હુમલામાં અસમ રાઇફલ્સનાં 2 જવાન શહીદ
ભીડને વોટમાં ન બદલી શક્યા
કોંગ્રેસ નેતા ચેન્નિથલાએ તેમ પણ કહ્યું કે, ગાંધીની સભાઓમાં જબરદસ્ત ભીડ હોય છે. પરંતુ તેને વોટમાં બદલી શક્યા નહોતા. એટલા માટે પાર્ટીને વધારે મજબુત બનવાની જરૂર છે. કોંગ્રેસ મહાસચિવ અને કેરળનાં પૂર્વ સીએમ ઓમાન ચાંડીએ પણ વિપક્ષનાં નેતાઓ નિવેદન સાથે સંમતી વ્યક્ત કરતા કહ્યું કે, પાર્ટી અધ્યક્ષને પદ પર રહેવું જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે, 2014માં થયેલા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 44 સીટો મળી હતી અને આ વખતે આ આંકડામાં સુધારો કરતા પાર્ટીએ લોકસભાની 52 સીટો જીતી છે. જો કે દેશનાં 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત ક્ષેત્રોમાં પાર્ટી ખાતુ પણ ખોલી શકી નહોતી. કેરળની 20 સીટોમાંથી કોંગ્રેસનાં 15 સીટો જીતી છે જ્યારે 4 સીટો પર કોંગ્રેસનાં સહયોગી દળ વિજયી થયા છે.