નાગાલેન્ડમાં ઉગ્રવાદી હુમલામાં અસમ રાઇફલ્સનાં 2 જવાન શહીદ

અસમ રાઇફલ્સન 40 રેજિમેન્ટનાં જવાનોનાં કાફલા નાગાલેન્ડનાં ગાઢ જંગલોમાં ઘેરાયોલા મોન જિલ્લાથી પસાર થઇ રહ્યા હતા

નાગાલેન્ડમાં ઉગ્રવાદી હુમલામાં અસમ રાઇફલ્સનાં 2 જવાન શહીદ

ગુવાહાટી : પૂર્વોત્તરમાં તમામ દાવો વચ્ચે ઉગ્રવાદી ફરીથી માથુ ઉઠાવી રહ્યું છે. શનિવારે બપોરે 1 વાગ્યે નાગાલેન્ડનાં મૌન જિલ્લા અંતર્ગત અસમ રાઇફલ્સ 40 રેજિમેન્ટનાં જવાનો ઉપર ઉગ્રવાદીઓએ ઘાત લગાવી હુમલો કરી દીધો હતો. ત્યાર બાદ બંન્ને તરફી આશરે 1 કલાક સુધી ગોળીબાર થયો. આ દરમિયાન અસમ રાઇફલ્સનાં 2 જવાન શહીદ થઇ ગયા. સુત્રો અનુસાર અસમ રાઇફલ્સ 40 રેજિમેન્ટનાં સેક્ટર 7નાં જવાન પોતાનાં કાફલાથી નાગાલેન્ડનાં ગાઢ જંગલમાંથી ઘેરાયેલા મોન જિલ્લાથી પસાર થઇ રહ્યા હતા, તે સમયે એનએસસીએન અને ઉલ્ફાના ઉગ્રવાદીઓએ એક સાથે હુમલો કરી દીધો. 

અસમ રાઇફલ્સની તરફથી ઓપરેશન ચાલુ રાખવાની વાત કહેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા અરૂણાચલ પ્રદેશનાં તિરાપ જિલ્લામાં અરૂણાચલ પ્રદેશ 1 એમએલએ ઉપરાંત 11 લોકોને NSCN ઉગ્રવાદીઓએ ચાલુ ગાડીએ ગોળીઓથી વિંધી નાખ્યા હતા. ત્યાર બાદ કેન્દ્રની પહેલા સેનાએ આ સંગઠન વિરુદ્ધ અરૂણાચલપ્રદેશમાં ઓપરેશન ચાલુ કરી દીધું છે. 

સત્તા આગળ શાણપણ નકામુ: ભાજપની પ્રચંડ જીત બાદ શત્રુઘ્નના સુર બદલાયા
સુત્રોએ જણાવ્યું કે, સેનાનાં ઓપરેશનથી ગિન્નાયેલ NSCN ઉગ્રવાદીઓએ ઉલ્ફા સ્વાધીન આતંકવાદી સંગઠન સાથે નાગાલેન્ડમાં બદલો લેવાના ઇરાદાથી સેના અને મનોબળ તોડવા માટે આ હુમલો કર્યો છે. અસમ રાઇફલ્સનાં હવાલાથી જણાવાયું છે કે ઘાત લગાવીને બેઠેલા 10-12 ઉગ્રવાદીઓનાં દળે રસ્તા પર IED વિસ્ફોટ કરીને અસમ રાઇફલ્સની ગાડીઓનાં કાફલાને અટકાવ્યો અને અંધાધુધ ફાયરિંગ ચાલુ કરી દીધું. બંન્ને તરફથી કલાકો સુધી ચાલેલા ફાયરિંગમાં ઉગ્રવાદીઓ ગાઢ જંગલોમાં ભાગી જવામાં સફળ રહ્યા હતા. સેના અને નાગાલેન્ડ પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. સમગ્ર વિસ્તારમાં ઉગ્રવાદીઓની શોધમાં સધન અભિયાન ચલાવાઇ રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news