નવી દિલ્હી : મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભા ચૂંટણીમાં કાકાના દીકરાથી પરલી વિધાનસભાની સીટ હાર્યા પછી ટોચની નેતા પંકજા મુંડે (pankaja munde) અને ભાજપ (BJP) વચ્ચે અંતર વધી રહ્યું હોવાના સંકેત મળ્યા છે. પંકજાએ ટ્વિટર પ્રોફાઇલમાંથી બીજેપીનું ટેગ હટાવી દીધું અને રવિવારે ફેસબુક પર પોતાની વ્યથા વ્યક્ત કરતી પોસ્ટ મુકી છે. તેના આ વલણથી લાગે છે કે કંઈક મોટી નવાજુની કરવાના મુડમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BJP સાંસદના નિવેદનથી સંજય રાઉત ભડકો, Maharashtraમાં સળગ્યો 40,000 કરોડ રૂપિયાનો વિવાદ


મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ (Devendra fadnavis) સરકારમાં મંત્રી રહી ચુકેલી પંકજાએ પિતા ગોપીનાથ મુંડે (Gopinath munde)ની જયંતિ 12 ડિસેમ્બરે બીડના ગોપીનાથગઢમાં સમર્થકોની એક બેઠક બોલાવી છે જેમાં તે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. સમર્થકોનો આરોપ છે કે ઓબીસી વર્ગ તેમજ પાર્ટીમાં નેતૃત્વ પર પુર્ણવિરામ મુકવા ભાજપના જ કેટલાક નેતાઓએ પંકજાને ચૂંટણીમાં હરાવી છે. 


કોટા : ફુલ જેવા બાળકોના જીવ સાથે હોસ્પિટલમાં રમાઈ રહી છે રમત 


પોતાની ફેસબુક પોસ્ટ પર પંકજાએ લખ્યું છે કે ચૂંટણીમાં હાર બાદ સમર્થકોએ મને મળવા માટે અનેક ફોન અને સંદેશ મોકલ્યાં, પરંતુ રાજનીતિક સ્થિતિના કારણે હું તેમની સાથે વાત કરી શકી નહીં. પંકજા મુંડેએ લખ્યું કે "8થી 10 દિવસ બાદ હું તમને સમય આપવા જઈ રહી છું. આ આઠથી દસ દિવસો માટે મને પોતાની સાથે વાતચીત કરવાનો સમય જોઈએ છે. આગળ શું કરવાનું છે? કયા રસ્તે જવાનું છે? અમે અમારા લોકોને શું આપી શકીએ છીએ? તમારી તાકાત શું છે? લોકો શું આશા રાખે છે? હું આ બધા પર વિચાર રીને 12 ડિસેમ્બરે તમારી પાસે આવીશ." 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube