કોટા : ફુલ જેવા બાળકોના જીવ સાથે હોસ્પિટલમાં રમાઈ રહી છે રમત 

મેડિકલ કોલેજના પ્રાચાર્ય ડોક્ટર વિજય સરદાનાનું કહેવું છે કે મને આ વિશે કોઈ જાણકારી નથી. હવે માહિતી મળતા યોગ્ય પગલાં લેવામાં આવશે. 

કોટા : ફુલ જેવા બાળકોના જીવ સાથે હોસ્પિટલમાં રમાઈ રહી છે રમત 

મુકેશ સોની, કોટા : કોટા(Kota)માં હોસ્પિટલની બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીંની જાણીતી જેકે લોન હોસ્પિટલ (JK Lone Hospital)માં નવજાત બાળકોને ગેસ સિલિન્ડર મારફત ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે. બાળકોને ઓક્સિજન આપવાની આ પ્રક્રિયા જોખમી છે કારણ કે એમાં ઓક્સિજન ક્યારે ખતમ થઈ જાય છે એની માહિતી નથી મળી શકતી. આના કારણે ક્યારેય કટોકટીભરી સ્થિતિ પણ ઉભી થઈ શકે છે. જવાબદાર અધિકારીઓ આ હોસ્પિટલનું અનેકવાર નિરીક્ષણ કરી ચૂક્યા છે પણ ક્યારેય તેમણે વાંધો નથી ઉઠાવ્યો. હોસ્પિટલનું પ્રશાસન પણ ઓક્સિજનની કમીની સ્થિતિમાં સિલિન્ડરથી ગમે તેમ ગાડું ગબડાવી લે છે.

હોસ્પિટલના એનઆઇસીયુ ઇમરજન્સી વિભાગમાં ગંભીર પરિસ્થિતિના નવજાતને દાખલ કરવામાં આવે છે. અહીં સરેરાશ 30-35 નવજાત બાળકોને રાખવામાં આવે છે. અહીં 24 વોર્મર છે અને એને ઓક્સિજન પાઇપ સાથે જોડવા પડે છે. જોકે, હોસ્પિટલમાં ઓક્સિજન લાઇન નાખવાની યોજના કાગળ પર જ આગળ વધે છે. 

એનઆઇસીયુમાં ઓક્સિજન સિલિન્ડરથી જ કામ ચલાવવામાં આવે છે અને અહીં રોજ 10-12 નાના મોટા ઓક્સિજન સિલિન્ડર લગાવવામાં આવે છે. આ સમસ્યા વિશે મેડિકલ કોલેજના પ્રાચાર્ય ડોક્ટર વિજય સરદાનાનું કહેવું છે કે મને આ વિશે કોઈ જાણકારી નથી. હવે માહિતી મળતા યોગ્ય પગલાં લેવામાં આવશે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news