નવી દિલ્હી: ભારત (India)  અને ચીન (China)  વચ્ચે ચાલી રહેલા તણાવ પર રક્ષામંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) આજે સંસદમાં નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે LAC પર ભારત અને ચીન વચ્ચે હજુ વિવાદ ચાલુ છે. એપ્રિલ મહિનાથી ચીને સરહદ પર સૈનિકો અને આર્મ્સનો વધારો કર્યો છે. તેમણે કહ્યું કે પેન્ગોંગથી લઈને અનેક જગ્યાઓ પર ચીની સૈનિકોએ ઘૂસણખોરીની કોશિશ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીને સરહદે સૈનિકો અને ગોળાબારૂદ વધાર્યા
રક્ષામંત્રીએ કહ્યું કે હાલની સ્થિતિ મુજબ ચીને એલએસી અને અંદરના વિસ્તારોમાં મોટી સંખ્યામાં સૈનિક ટુકડીઓ અને ગોળા બારૂદ ભેગા કર્યા છે. ભારતીય સેનાએ પણ પૂરી તૈયારી કરી લીધી છે. તેમણે એમ પણ કહ્યું કે એલએસીનું સન્માન કરવું અને તેનું કડકાઈથી પાલન કરવું, સરહદી વિસ્તારોમાં શાંતિ અને સદભાવનો આધાર છે અને તેનો 1993 તથા 1996ની સમજૂતિઓમાં સ્પષ્ટ રીતે સ્વીકાર થયો છે. જ્યારે આપણી સેના તેનું પૂરેપૂરું પાલન કરે છે પરંતુ ચીન તરફથી એમ થતું નથી. 


વિધાનસભા ચૂંટણી પહેલા બિહારને મળી મોટી ભેટ, PM મોદીએ કહ્યું- 'NDA રાજમાં થાય છે બધાનો વિકાસ'


તેમણે કહ્યું કે હું સદનને માહિતગાર કરવા માંગુ છું કે ચીન ભારતના લદાખમાં લગભગ 38000 સ્ક્વેર કિલોમીટર ભૂમિ પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી બેઠું છું. આ ઉપરાંત 1963માં એક તથાકથિત બાઉન્ડ્રી એગ્રીમેન્ટ હેઠળ, પાકિસ્તાને પીઓકેની 5180 સ્ક્વેર કિલોમીટર ભારતીય જમીન ગેરકાયદેસર રીતે ચીનને સોંપી દીધી છે. 


ડ્રગ્સ કેસ સંસદમાં ગાજ્યો, જયા બચ્ચને રવિ કિશનને લીધા આડે હાથ, કહ્યું- 'જે થાળીમાં ખાય છે...'


એપ્રિલથી ચીને શરૂ કરી હરકત
તેમણે વધુમાં કહ્યું કે હવે હું સદનને આ વર્ષે ઊભી થયેલી પરિસ્થિતિઓ અંગે માહિતગાર કરાવવા માંગુ છું. એપ્રિલ મહિનાથી પૂર્વ લદાખની સરહદ પર ચીનની સેનાઓની સંખ્યા તથા ગોળાબારૂદમાં વધારો જોવા મળ્યો. મે મહિનાની શરૂઆતમાં ચીને ગલવાન ઘાટી ક્ષેત્રમાં આપણી સેનાના પેટ્રોલિંગ પેટર્નમાં વિધ્ન નાખવા માંડ્યું જેના કારણે ફેસઓફની સ્થિતિ ઊભી થઈ. આપણે ચીનના રાજનયિક અને સૈન્ય માધ્યમથી ચીનને અવગત કરાવી દીધુ કે આ પ્રકારની ગતિવિધિઓ  status quoને એક તરફી બદલવાની કોશિશ છે. એ પણ સ્પષ્ટ કરી દીધુ કે આ પ્રયત્ન અમને કોઈ પણ સંજોગોમાં મંજૂર નથી. 


UN માં ચીનને જબરદસ્ત ઝટકો, ભારત ECOSOC નું સભ્ય બન્યું, ડ્રેગનને અડધા મત પણ ન મળ્યા


ઓગસ્ટમાં ફરી કરી ઘૂસણખોરી
રક્ષામંત્રીએ કહ્યું કે પેન્ગોંગથી લઈને અનેક જગ્યાઓ પર ચીની સૈનિકોએ ઘૂસણખોરીની કોશિશ કરી પરંતુ આપણા સૈનિકોએ ચીનની ઘૂસણખોરીની કોશિશને નિષ્ફળ બનાવી દીધી. રાજનાથ સિંહે કહ્યું કે 29-30 ઓગસ્ટના રોજ ચીની સૈનિકોએ ભારતમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી તો આપણા સૈનિકોએ તેમને ખદેડી મૂક્યા. તેમણે કહ્યું કે પડોશીઓ સાથે સારા સંબંધો રાખવા જરૂરી છે આથી આપણા તરફથી સૈન્ય અને ડિપ્લોમેટિક બંને રીતે વાતચીત ચાલુ છે. બંને પક્ષોએ LACનું સન્માન કરવું જોઈએ. LAC પર ઘૂસણખોરી કરવી જોઈએ નહીં અને સમજૂતિઓને સ્વીકારવી જોઈએ. 


ચીનની હવે ભારતના આ મિત્ર દેશ પર ખરાબ નજર, સરહદે કર્યો સૈન્ય જમાવડો


તેમણે કહ્યું કે ચીની બાજુએ LACની અંદર અનેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં સૈન્ય ટુકડીઓ અને ગોળા બારૂદ ભેગા કરાયા છે. પૂર્વ લદાખ અને ગોગરા, કોંગલા બાજુ પેન્ગોંગ લેકના ઉત્તર અને દક્ષિણ કિનારે સ્થિતિ તણાવપૂર્ણ છે. ચીને 1993ની સમજૂતિનો ભંગ કર્યો છે. પરંતુ ભારતે તેનું પાલન કર્યું છે. ચીનના  કારણે સમયાંતરે ઘર્ષણની સ્થિતિ પેદા થઈ છે. હાલ સરહદે ચીને હથિયારોનો જમાવડો કર્યો છે પરંતુ આપણી સેના જવાબ આપવામાં સક્ષમ છે. 


રાજનાથ સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત સરહદના વિવાદને શાંતિપૂર્ણ રીતે વાતચીતથી ઉકેલવા માંગે છે પરંતુ અમે કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર છીએ. ભારત પોતાની સંપ્રભુતાની રક્ષા કરશે અને દેશની સેના તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube