ડ્રગ્સ કેસ સંસદમાં ગાજ્યો, જયા બચ્ચને રવિ કિશનને લીધા આડે હાથ, કહ્યું- 'જે થાળીમાં ખાય છે...'

રાજ્યસભા સાંસદ અને અભિનેત્રી જયા બચ્ચને ભોજપુરી અભિનેતા તથા ગોરખપુરના સાંસદ રવિ કિશન પર લોકસભા સત્રમાં નિશાન સાધ્યું છે. જયા બચ્ચને રવિ કિશનનું નામ લીધા વગર કહ્યું કે બોલિવુડને બદનામ કરવામાં આવી રહ્યું છે.

ડ્રગ્સ કેસ સંસદમાં ગાજ્યો, જયા બચ્ચને રવિ કિશનને લીધા આડે હાથ, કહ્યું- 'જે થાળીમાં ખાય છે...'

નવી દિલ્હી: રાજ્યસભા સાંસદ અને અભિનેત્રી જયા બચ્ચને (Jaya Bachchan)  ભોજપુરી અભિનેતા તથા ગોરખપુરના સાંસદ રવિ કિશન (Ravi Kishan) પર લોકસભા સત્રમાં નિશાન સાધ્યું છે. જયા બચ્ચને રવિ કિશનનું નામ લીધા વગર કહ્યું કે બોલિવુડને બદનામ કરવામાં આવી રહ્યું છે. આ બદનામીમાં એવા લોકો સામેલ છે જેઓ જે થાળીમાં ખાય છે તેમાં જ છેદ કરે છે. 

— ANI (@ANI) September 15, 2020

જયા બચ્ચને ડ્રગ્સ મામલે આવી રહેલા નિવેદનોથી બોલિવુડની થઈ રહેલી બદનામી પર ચિંતા વ્યક્ત કરી. તેમણે રવિ કિશનના સોમવારે અપાયેલા નિવેદનનો જવાબ આપતા કહ્યું કે લોકો બોલિવુડને બદનામ કરવાની કોશિશમાં લાગ્યા છે. અનેક દિવસથી બોલિવુડનું નામ બદનામ થઈ રહ્યું છે. કેટલાક લોકો એવા પણ છે જેઓ જે થાળીમાં ખાય છે તેમાં જ કાણું પાડે છે. આ ખોટી વાત છે. 

અત્રે જણાવવાનું કે રવિ કિશને લોકસભામાં સોમવારે દેશ અને બોલિવુડમાં ડ્રગની વધતી ખપત પર ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે જ સરકારને અપીલ કરી હતી કે ડ્રગ્સની તસ્કરી અને તેનો ઉપયોગ કરનારા લોકો પર કડકાઈથી રોક લગાવવામાં આવે. તેમણે એનસીબીના કામના વખાણ કર્યા હતાં. 

રવિ કિશને લોકસભામાં કહ્યું હતું કે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગની લત ખુબ વધુ છે. અનેક લોકો પકડાયાછે. એનસીબી ખુબ સારું કામ કરે છે. હું કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે તેઓ કડકાઈથી કાર્યવાહી કરે. દોષિતોને જલદી પકડે અને તેમને સજા આપે. જેથી કરીને પડોશી દેશોના ષડયંત્રનો અંત થઈ શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news