નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેબિનેટે મોટો નિર્ણય લીધો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આગામી સાત દિવસ સુધી ભારત બંધ રહેશે? શું પીએમ મોદીએ કેબિનેટની બેઠકમાં ભારતને આગામી સાત દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે? હાલમાં સોશિયલ મીડિયા પર આ મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મેસેજની સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે આગામી સાત દિવસ સુધી ભારત બંધ કરવાનો નિર્ણય લીધો છે. હવે પીઆઈબીએ આ વાયરલ મેસેજની હકીકત તપાસી તો સામે આવ્યું કે આ મેસેજ ભ્રામક છે અને પીએમ મોદીની કેબિનેટે આવો કોઈ નિર્ણય લીધો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીઆઈબીએ કર્યું ટ્વીટ, જાણો હકીકત
પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોએ પોતાના સત્તાવાર ટ્વીટમાં લખ્યું છે કે એક નકલી તસવીરની સાથે આ મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 21 માર્ચથી આગામી સાત દિવસ માટે ભારત બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


પંજાબ સરકારનો મોટો નિર્ણય, રાજ્યના 35 હજાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓ થશે કાયમી  


જો તમારી પાસે આવો કોઈ મેસેજ આવો તો તમે પીઆીબી દ્વારા તેનું ફેક્ટ ચેક કરાવી શકો છો. તે માટે તમારે સત્તાવાર લિંક https://factcheck.pib.gov.in/ પર જવું પડશે. આ સિવાય તમે વોટ્સએપ નંબર +918799711259 કે ઈમેલઃ pibfactcheck@gmail.com  પર વાયરલ મેસેજ કે વીડિયો મોકલી શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube