પંજાબ સરકારનો મોટો નિર્ણય, રાજ્યના 35 હજાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓ થશે કાયમી

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે રાજ્યના 35 હજાર અસ્થાયી કર્મચારીઓને કાયમી કરવામાં આવશે. 

પંજાબ સરકારનો મોટો નિર્ણય, રાજ્યના 35 હજાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓ થશે કાયમી

ચંદીગઢઃ પંજાબની આમ આદમી પાર્ટી સરકારે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભગવંત માને જાહેરાત કરી છે કે રાજ્યમાં 35 હજાર કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને કાયમી કરવામાં આવશે. તેનાથી ગ્રુપ સી અને ગ્રુપ ડીના અસ્થાયી કર્મચારીઓને ફાયદો થશે, જે પંજાબમાં કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યાં છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ, અમે ગ્રુપ સી અને ગ્રુપ ડીના 35 હજાર અસ્થાયી કર્મચારીઓને સ્થાયી કરવાનો નિર્ણય લીધો છે. મેં ચીફ સેક્રેટરીને કહ્યુ કે, તે આવી કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગની ભરતીને બંધ કરે. 

પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માન જલદી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે. ભગવંત માને મળવા માટે સમય માંગ્યો છે. પ્રદેશના નવા સીએમ ભગવંત માને ટ્વીટ કરી આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, પંજાબના મુખ્યમંત્રીનું પદ સંભાળ્યા બાદ ઔપચારિક મુલાકાત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી શાહ પાસે સમય માંગ્યો છે. આ દરમિયાન તેઓ પંજાબ સાથે જોડાયેલા કેટલાક મુદ્દા પર પીએમ અને ગૃહમંત્રી સાથે ચર્ચા કરશે. પંજાબમાં બોર્ડર પર ખાસ કરીને પાકિસ્તાનથી ડ્રગ્સ અને હથિયારોની તસ્કરી એક મોટો પડકાર છે. 

— ANI (@ANI) March 22, 2022

મુખ્યમંત્રી ભગવંત માને વીડિયો સંદેશમાં કહ્યુ- ગ્રુપ સી અને ડીના 35 હજાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓની સેવાને નિયમિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભગવંત માને કહ્યુ કે, તેમણે આ સંબંધમાં મુખ્ય સચિવને નિર્દેશ આપ્યો છે. 

મુખ્યમંત્રી માને કહ્યુ કે પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા તેમની પાર્ટીએ વચન આપ્યુ હતુ કે સત્તામાં આવ્યા બાદ કોન્ટ્રાક્ટ કર્મચારીઓની સેવાઓને નિયમિત કરશે. મહત્વનું છે કે પંજાબમાં નવા 25 હજાર પદો પર ભરતી કરવાની જાહેરાત મુખ્યમંત્રી પહેલાં કરી ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news