ખૂંટી: ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપના વરિષ્ઠ નેતા સતત પ્રવાસ કરી રહ્યા છે. આજે પીએમ મોદી પોતે ઝારખંડ વિધાનસભા માટે પ્રચાર કરવા ઝારખંડ ગયા છે. પીએમ મોદી ખૂંટી અને જમશેદપુરમાં ચૂંટણી સભાને સંબોધિત કરવાના છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી પહેલાં પીએમ મોદી ખૂંટી પહોંચ્યા જ્યાં તેમણે સંબોધિત કરતાં કહ્યું કે મને વિશ્વાસ છે કે જ્યાં આવું નેતૃત્વ હોય ત્યાં ક્યારેય કમળ કરમાઇ ન શકે. સાથે જ તેમણે બિરસા મુંડાને નમન કર્યા અને કહ્યું કે થોડા દિવસો પહેલાં દેશે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ ઉજવી છે, આજે જ્યારે તેમની ધરતી પર આવ્યો છું, તો તેમને ફરી એકવાર નમન કર્યું છું.


સાથે જ તેમણે કહ્યું કે ઝારખંડના લોકોમાં ભાજપ સરકાર પ્રત્યે અને કમળના ફૂલ પ્રત્યે એક વિશ્વાસની ભાવના છે. આ ભાવ છે કે ઝારખંડનો વિકાસ કરનાર કોઇ પક્ષ છે તો તે ફક્ત અને ફક્ત ભાજપ કરી શકે છે. 


પીએમ મોદીએ સભાને સંબોધિત કરતાં કહ્યું કે આજે ઝારખંડના લોકો જોઇ રહ્યા છે કે દિલ્હી અને રાંચીમાં ડબલ એન્જીન લગાવવાથી વિકાસની ગતિ ઝડપી થાય છે અને સ્થાયી થાય છે. અહીંની જનતા સહજ રીતે કહી રહી છે. 'ઝારખંડનો પોકાર, ઝારખંડના વિકાસ માટે માટે ભાજપની વાપસી જરૂરી છે. 


પીએમ મોદીએ સાથે જ કહ્યું કે પહેલા તબક્કાના મતદાનથી ત્રણ વાતો સ્પષ્ટ થઇ છે. પહેલો એ છે કે લોકતંત્રને મજબૂત કરવા અને રાષ્ટ્ર નિર્માણમાં ઝારખંડના લોકોની આસ્થા અભૂતપૂર્વ છે. બીજી એ છે કે ભાજપ સરકારે જે પ્રકારે નક્સલવાદની કમર તોડી છે, તેનાથી અહીં ડરનો માહોલ ઓછો થયો છે અને વિકાસનો માહોલ બન્યો છે અને ત્રીજું એ છે કે ઝારખંડમાં ભાજપ સરકાર પ્રત્યે એક વિશ્વાસની ભાવના છે. 


પીએમ મોદીએ કહ્યું કે જમ્મૂ-કાશ્મીરમાંથી 370 હવે દૂર થઇ ચૂકી છે. હવે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીરને વિકાસ અને વિશ્વાસના પથ પર લઇ જવાની જવાબદારી આદિવાલી અંચલમાં જન્મેલા ભણેગણે, ઉપરાજ્યપાલનીના ખભા પર છે. 


અયોધ્યા પર વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે રામ જન્મભૂમિને લઇને જે વિવાદને કોંગ્રેસ અને તેના સહયોગીઓની સરકારોએ સતત લગાવી રાખ્યો, તે પણ શાંતિપૂર્ણ રીતે ઉકેલાઇ ગયો છે. સાથે જ તેમણે ભગવાન રામનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ભગવાન રામ અયોધ્યાથી જ્યારે નિકળ્યા હતા ત્યારે તો રાજકુમાર હતા અને જ્યારે 14 વર્ષના વનવાસ બાદ પરત આવ્યા તો મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામ બની ગયા. આમ એટલા માટે થયું કારણ કે 14 વર્ષ ભગવાન રામે આદિવાસીઓ વચ્ચે વિતાવ્યા હતા. આ સંસ્કાર છે આદિવાસી ભાઇ-બહેનોના છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube