Lok Sabha Election 2024: પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉતે પીએમ મોદીને ઔરંગઝેબ કહ્યા હતા. સંજય રાવતની ઔરંગઝેબ વાળી ટિપ્પણી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પલટ વાર કર્યો છે. એક કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વિપક્ષે તેમને ઔરંગઝેબ કહીને 104 મી ગાળ આપી છે. પરંતુ આમ કરવાથી કંઈ નહીં થાય કારણ કે ભાજપ જ લોકસભા ચૂંટણી જીતશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક કાર્યક્રમ દરમ્યાન સંબોધન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ આગામી 25 વર્ષનો રોડ મેપ બનાવી રહ્યા છે અને હાલ પોતાની ત્રીજી ટર્મના પહેલા 100 દિવસનો પ્લાન તૈયાર થઈ રહ્યો છે. બીજી તરફ તેમના વિરોધીઓ પણ નવા નવા કિર્તિમાન બનાવી રહ્યા છે. હવે તેમને 104 ની ગાળ દીધી છે અને ઔરંગઝેબ કહીને નવાજ્યા છે. સાથે જ મોદીની ખોપડી ઉડાવવાનું એલાન પણ કરી દીધું છે... 


આ પણ વાંચો: રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત પીએમ મોદીએ કરી વાત, જાણો બંને નેતાઓ વચ્ચે શું થઈ ચર્ચા


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું કે આજે વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતની વાત થઈ રહી છે. માત્ર 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબી થી બહાર નીકળ્યા છે. ભારતની અર્થવ્યવસ્થા 11 માં નંબરથી પાંચમા નંબરે પહોંચી ગઈ છે. આ તો હજી કાંઈ જ નથી આગળ ઘણું બધું નવું થશે. 


સંજય રાવત પર નિશાન સાધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજે ગરીબ લોકો તેમને આશીર્વાદના શબ્દો કહે છે જ્યારે વિપક્ષના લોકો તેમના માટે અપશબ્દો બોલે છે. આ લોકો આજ સુધી ગરીબોને પણ અપશબ્દ કહેતા અને હવે તેમને પણ કહે છે. પરંતુ વિપક્ષ દ્વારા કહેવામાં આવતા અપશબ્દ થી તેમને કોઈ ફરક પડતો નથી. 


આ પણ વાંચો: બાળકોને મોતના મુખમાં ધકેલ્યા બાદ હત્યારો બોલ્યો હતો આ 4 શબ્દો, પોલીસ માટે કોયડો


ઉલ્લેખનીય છે કે સંજય રાવતે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે પીએમ મોદીના વિચાર ઔરંગઝેબ જેવા છે, તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ થયો હતો. જ્યારે પીએમ મોદીના ગામની નજીક ઔરંગઝેબનો જન્મ થયો હતો આ જ કારણે પીએમ મોદીની માનસિકતા પણ ઔરંગઝેબ જેવી છે.