Badaun Murder Case: બાળકોને મોતના મુખમાં ધકેલ્યા બાદ હત્યારો સાજિદ બોલ્યો હતો આ '4 શબ્દો', પોલીસ માટે કોયડો બન્યા

Badaun Double Murder Case Updates: બદાયુમાં 2 માસૂમ બાળકોની નિર્દયતાપૂર્વક હત્યા કરવાની ઘટનાના કારણે પરિવાર અને વિસ્તાર જ નહીં આખો દેશ હચમચી ગયો છે. પોલીસ આ ઘટનામાં સામેલ આરોપી સાજિદનું એન્કાઉન્ટર કરી ચૂકી છે. જ્યારે બીજા આરોપી જાવેદની શોધખોળ ચાલુ છે. આ  બધા વચ્ચે આરોપીઓના પિતાની પોલીસ પૂછપરછ કરી રહી છે. આ મામલે હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આખરે બાળકોની હત્યા કેમ કરવામાં આવી.

Badaun Murder Case: બાળકોને મોતના મુખમાં ધકેલ્યા બાદ હત્યારો સાજિદ બોલ્યો હતો આ '4 શબ્દો', પોલીસ માટે કોયડો બન્યા

Badaun Double Murder Case Updates: બદાયુમાં 2 માસૂમ બાળકોની નિર્દયતાપૂર્વક હત્યા કરવાની ઘટનાના કારણે પરિવાર અને વિસ્તાર જ નહીં આખો દેશ હચમચી ગયો છે. પોલીસ આ ઘટનામાં સામેલ આરોપી સાજિદનું એન્કાઉન્ટર કરી ચૂકી છે. જ્યારે બીજા આરોપી જાવેદની શોધખોળ ચાલુ છે. આ  બધા વચ્ચે આરોપીઓના પિતાની પોલીસ પૂછપરછ કરી રહી છે. આ મામલે હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આખરે બાળકોની હત્યા કેમ કરવામાં આવી. આ મામલે મૃતક બાળકોના પિતા વિનોદે પોલીસ મથકમાં એફઆઈઆર દાખલ કરીને સમગ્ર ઘટનાક્રમનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ કર્યો છે. આ  એ એફઆઈઆર છે જેને વાંચીને તમારા રૂવાંડા ઊભા થઈ જશે. 

પત્નીની ડિલિવરીના નામ પર માંગ્યા 5 હજાર
એફઆઈઆરમાં પિતાએ કહ્યું કે અમારા ઘરની સામે સાજિદ અને જાવેદ સલૂન ચલાવતા હતા. પાડોશમાં હોવાના કારણે તેમની અમારા ઘરમાં અવરજવર હતી. મંગળવારે સાંજે 7.30 વાગે મોટર સાઈકલથી ઉતરીને સાજિદ અમારા ઘરમાં આવ્યો. તે સમયે ઘરમાં પત્ની સંગીતા, મારી માતા મુશ્રીદેવી, અને 3 નાના બાળકો 13 વર્ષનો આયુષ, 9 વર્ષનો પિયુષ અને 6 વર્ષનો આહાન હતો. સાજિદે ઘરે  આવીને મારી પત્નીને કહ્યું કે તેની પત્નીની ડિલિવરી થવાની છે. આથી ડોક્ટરોએ રાતે 11 વાગ્યાનો સમય આપ્યો છે. તેની ડિલિવરી માટે 5 હજાર રૂપિયાની મદદ માંગી. મારી પત્ની સંગીતા તેની મદદ કરવા માટે રૂમમાં પૈસા લેવા માટે ગઈ. 

જાવેદ બહાર ઊભો હતો
પીડિત પિતાએ આગળ કહ્યું કે જ્યારે સાજિદ રૂમમાં આવ્યો ત્યારે તેનો ભાઈ જાવેદ બાઈક પાસે બહાર ઊભો હતો સાજિદે મારા વચલા પુત્ર પિયુષને ખૈનીની પડીકી લાવવાના બહાને બહાર મોકલી દીધો હતો. ત્યારબાદ સાજિદે કહ્યું કે આજે મારું મન થોડું ગભરાઈ રહ્યું છે. ત્યારબાદ તાજી હવા લેવા માટે તે અહાનને સાથે લઈને ઘરના ત્રીજા માળે ગયો. આ સાથે જ આયુષને પાણી લાવવા માટે કહ્યું. 

આજે મે મારું કામ પૂરું કર્યું. 
જ્યારે તે ઉપર જઈ રહ્યો હતો ત્યારે તેણે તેના ભાઈ જાવેદને પણ બોલાવી લીધો હતો. તે બંને ભાઈ આયુષ અને આહાનને લઈને ઉપર જતા રહ્યા. થોડીવાર બાદ જ્યારે મારી પત્ની સંગીતા અંદર પૈસા લેવા માટે બહાર આવી તો સાજિદ અને જાવેદ સીડીઓથી ઉતરી રહ્યા હતા. તેમના હાથમાં લોહીથી ખરડાયેલી છરી હતી. મારી પત્નીને જોતા જ સાજિદે કહ્યું કે આજે મે મારું આ કામ પૂરું કરી દીધુ છે (આજે મારું કામ પૂરું). 

હાથમાં લોહીવાળી છરી જોઈને પત્ની ગભરાઈ ગઈ અને જોરથી બૂમો પાડી. આ દરમિયાન વચલો પુત્ર પિયુષ બહારથી પડીકી લઈને આવ્યો પણ જાવેદે તેને જોતા તેને પણ મારવાની કોશિશ કરી જેના લીધે તેના હાથમાં ઈજા થઈ. પરિવારની બૂમાબૂમ સાંભળીને આજુબાજુવાળા પણ ભેગા થઈ ગયા તો જાવેદ ત્યાંથી ભાગી ગયો. જ્યારે સાજિદને લોકોએ પકડી લીધો. ત્યારબાદ મારી પત્નીએ ઉપર જઈને જોયું તો બંને બાળકો લોહીથી લથપથ જમીન પર પડ્યા હતા અને તેમનું મોત થઈ ચૂક્યું હતું. 

શું કારણ
પીડિત પિતાએ  કહ્યું કે સાજિદ અને જાવેદ સાથે મારે કોઈ દુશ્મની નહતી. મને ખબર નથી કે તેમણે મારા બંને બાળકોને કેમ માર્યા. તેણે તાલિબાની રીતે મારા બાળકોને કેમ માર્યા. મારા બાળકોએ તેમનું શું બગાડ્યું હતું. આ મામલે સાચુ સામે આવવું જોઈએ. ઘટના બાદ પોલીસે આરોપી સાજિદનું એન્કાઉન્ટર કરી દીધુ. જ્યારે જાવેદ હજુ પણ ફરાર છે. પોલીસ તેની શોધમાં ઠેરઠેર દરોડા પાડી રહી છે. પરંતુ હજુ સુધી કઈ માહિતી મળી શકી નથી. 

સાજિદની પત્નીનો મોટો ખુલાસો
આ ડબલ મર્ડર કેસમાં મોટો ખુલાસો થયો છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા સાજિદની પત્નીએ મોટો ખુલાસો કર્યો છે કે તે ગર્ભવતી નથી. તેણે એમ પણ કહ્યું કે તેના પહેલા 2 બાળકો થયા હતા પરંતુ તેઓના મોત થઈ ગયા. પત્નીએ કહ્યું કે સાજિદ સાથે તેની કેટલાય દિવસથી કોઈ વાત થઈ નથી. આવામાં સવાલ એ ઉઠે છે કે સાજિદે પત્નીની ડિલિવરીના નામ પર મૃતક બાળકોની માતા પાસે 5 હજાર રૂપિયા કેમ માંગ્યા. શું બમને ભાઈ પ્રી પ્લાન કરીને બાળકોની હત્યા કરવા માટે ગયા હતા. સાજિદની પત્ની હાલ તેના પિયરે છે. 

માસૂમ બાળકોની હત્યા પાછળ આખરે તેનો હેતુ શું હતો. આ બધા સવાલ પીડિત પરિવાર સાથે પોલીસ માટે પણ પહેલી બની બેઠા છે અને તેનો જવાબ ફક્ત જાવેદ પાસે છે. જે હજુ ફરાર છે. તેની ધરપકડ બાદ જ આ હત્યાકાંડ પરથી પડદો ઉઠી શકશે. પોલીસે જાવેદની ધરપકડ માટે પાંચ ટીમ કામે લગાવી છે. જાવેદ પર 25 હજારનું ઈનામ પણ જાહેર કરાયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news