PM મોદીના ઉત્તરાખંડ પ્રવાસ પહેલા લેવાયો મોટો નિર્ણય, CM ધામીએ દેવસ્થાનમ બોર્ડ ભંગ કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉત્તરાખંડ પ્રવાસ પહેલા રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના ઉત્તરાખંડ (Uttarakhand) પ્રવાસ પહેલા રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. સીએમ પુષ્કર સિંહ ધામીના નેતૃત્વવાળી સરકારે દેવસ્થાનમ બોર્ડને પાછું ખેંચ્યું છે. અત્રે જણાવવાનું કે ચારધામ દેવસ્થાનમ પ્રબંધન અધિનિયમ 2019 દ્વારા રચિત બોર્ડ બન્યા બાદ સર્જાયેલી સ્થિતિઓ અને તમામ હિતધારકોના પક્ષો પર વિચાર કર્યા બાદ સરકારે બોર્ડને ભંગ કરવાનો નિર્ણય લીધો છે.
અત્રે જણાવવાનું કે આ મામલે પ્રદેશમાં વિરોધનો વંટોળ ફેલાયો હતો. માનવામાં આવી રહ્યું હતું કે ભાજપના એક મુખ્યમંત્રીને હટાવવાના અનેક કારણોમાંથી એક કારણ આ પણ હતું. એટલે કે હવે આ નિર્ણય બાદ પીએમ મોદીનો 4 ડિસેમ્બરનો પ્રવાસ વધુ મહત્વપૂર્ણ બની ગયો છે.
ઉત્તરાખંડ જીતની તૈયારી
ભાજપ માટે ભલે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી જીતવી સૌથી મહત્વની મનાઈ રહી હોય પરંતુ ઉત્તરાખંડમાં પણ સરકાર જાળવી રાખવા માટે તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. આ માટે પાર્ટી પોતાના સૌથી ભરોસાપાત્ર ચહેરા એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર જ સંપૂર્ણ રીતે નિર્ભર છે. આ જ કડીમાં જોઈએ તો પીએમ મોદી 4 ડિસેમ્બરે એકવાર ફરીથી દેવભૂમિ ઉત્તરાખંડની મુલાકાતે હશે. અત્રે જણાવવાનું કે ત્રણ મહિનામાં પ્રધાનમંત્રીનો આ ત્રીજો ઉત્તરાખંડ પ્રવાસ હશે.
દેવભૂમિને ભેટ
PM નરેન્દ્ર મોદી પોતાના આ પ્રવાસ દરમિયાન લગભગ 30,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટના લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. જેમાં 26,000 કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને 4000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન છે.
પપ્પાએ પ્રેમથી આપેલું સ્કૂટી યુવતી શરમની મારી વાપરી જ નથી શકતી, કારણ છે આ નંબરપ્લેટ
જનસભાનું આયોજન
આ ઉદ્ધાટન અને શિલાન્યાસના કાર્યક્રમ બાદ PM મોદી દહેરાદૂનમાં એક મોટી રેલી પણ સંબોધિત કરશે. દહેરાદૂનના પેવેલિયન ગ્રાઉન્ડમાં એક વાગે આ રેલી થશે. પ્રદેશ ભાજપે પીએમ મોદીની રેલીમાં એક લાખ લોકોની મોટી જનસભા આયોજિત કરવાનો કાર્યક્રમ બનાવ્યો છે. કહેવાય છે કે રેલીના માધ્યમથી ભાજપ ઉત્તરાખંડમાં ચૂંટણી પ્રચારની શરૂઆત પણ કરી શકે છે. જાણકારો મુજબ જાન્યુઆરીના પહેલા અઠવાડિયાની આસપાસ ચૂંટણીની તારીખની જાહેરાત થઈ શકે છે. જેનું ધ્યાન રાખતા પીએમ મોદી અન્ય પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કે લોકાર્પણ કરી શકે છે.
ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ ગયા હતા પીએમ મોદી
આ અગાઉ પીએમ મોદીએ 4 ઓક્ટોબરના રોજ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનમાં ઓક્સીજન પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું હતું. જ્યારે પીએમ મોદી 5 નવેમ્બરના રોજ આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરવા માટે કેદારનાથ ધામ ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube