નવી દિલ્હીઃ વીડિયો કોન્ફરન્સ દ્વારા પીએમ મોદીએ જેએનયૂ પરિસરમાં લાગેલી વિવાકાનંદની મૂર્તિનું અનાવરણ કર્યુ છે. પ્રતિમાના અનાવરણ બાદ પીએમ મોદીએ સ્વામી વિવાકાનંદ- અમર રહેના નારા પણ લગાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, હું જેએનસૂ પ્રશાસન, બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ અવસર પર શુભેચ્છા આપુ છું. સાથીઓ સ્વામી વિવાકાનંદ કહેતા હતા કે મૂર્તિમાં આસ્થાનું રહસ્ય તે છે કે તમે તે એક વસ્તુથી વિઝન ઓફ ડિવિનિટી વિકસિત કરી શકો છો. 


પીએમ મોદીએ આગળ કહ્યુ કે, મારી કામના છે કે જેએનયૂમાં લાગેલી સ્વામીજીની આ પ્રતિમા બધાને પ્રેરક કરે અને ઉર્જાથી ભરે. આ પ્રતિમા તે સાહસ આપે, જુસ્સો આપે, જે સ્વામી વિવાકાનંદ પ્રત્યેક વ્યક્તિમાં જોવા ઈચ્છતા હતા. આ પ્રતિમા તે કરૂણા ભાવ શીખવે, કંપેસન શીખાડે જે સ્મામીજીના દર્શનનો મુખ્ય આધાર છે. આ પ્રતિમા આપણે રાષ્ટ્ર પ્રત્યે અથાગ સમર્પણ શીખવાડે, પ્રેમ શીખવાડે જે સ્વામીજીના જીવનનો સર્વોચ્ચ સંદેશ છે. આ પ્રમિતા દેશને વિઝન વનનેસ માટે પ્રેરિત કરે જે સ્વામીજીના ચિંતનની પ્રેરણા રહી છે. 


કુણાલ કામરાની મુશ્કેલી વધી, સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ ટ્વીટ કરી તિરસ્કારમાં ફસાયો

આ તકે જેએનયૂના કુલપતિ પ્રોફેસર જગદેશ કુમારે કહ્યુ કે, છેલ્લા કેટલાક સમયથી જેએનયૂ ઘણા મુદ્દે ચર્ચામાં રહ્યું. કેન્દ્રીય પુસ્તકાલનું નામ કરણ હોય કે કેમ્પસમાં રસ્તાનું નામકરણ. આપણે સમાચારોની ચર્ચામાં રહ્યા. આજે પણ સ્વામી વિવેકાનંદની પ્રતિમાના અનાવરણ માટે આપણે ચર્ચામાં છીએ. 


મહત્વનું છે કે આ પ્રતિમા પંડિત જવાહરલાલ નેહરૂની પ્રતિમાથી ત્રણ ફૂટ ઊંચી બનાવવામાં આવી છે. સ્વામી વિવેકાનંદના વિચારોને વિશ્વભરમાં ફેલાવવાની મુહિમમાં લાગેલા વિપુલ પટેલની પહેલ પર પાંચ વર્ષ પહેલા સરકારે જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયના વહીવટી ભવનની પાસે સ્વામી વિવેકાનંદની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો. 


આ પ્રતિમાનું નિર્માણ જાણીતા મૂર્તિશિલ્પી નરેશ કુમાવતે કર્યુ છે. પ્રતિમા બનાવવામાં સાત મહિના લાગ્યા. મહત્વનું છે કે આ પ્રતિમાની ઊંચાઈ લગભગ 11.5 ફૂટ છે. આ પ્રતિમાને સ્થાપિત કરવા માટે ત્રણ ફૂટ ઊંચો ચબૂતરો બનાવવામાં આવ્યો છે. જેએનયૂ પરિસરમાં જવાહરલાલ નેહરૂ બાદ આ બીજી પ્રતિમા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube