PM Modi એ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે કરી વાત, પહેલીવાર બાળકો Republic Day પરેડમાં નહીં થાય સામેલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે વાત કરી. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંચાલિત કાર્યક્રમમાં બાળકોને સંબોધન કર્યું અને તેમની સાથે ચર્ચા કરી.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે વાત કરી. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંચાલિત કાર્યક્રમમાં બાળકોને સંબોધન કર્યું અને તેમની સાથે ચર્ચા કરી. 63 વર્ષમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતા (Rashtriya Bal Puraskar Awardees) બાળકો કોરોના સંક્રમણના કારણે ગણતંત્ર દિવસ પરેડ (Republic Day Parade) માં સામેલ થશે નહીં.
પીએમ મોદીએ વિજેતાઓને પાઠવ્યા અભિનંદન
પીએમ નરેન્દ્ર મોદી ( PM Narendra Modi ) એ કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતા તમામ બાળકોને ખુબ ખુબ અભિનંદન. તમારી જેમ હું પણ તમને મળવાની રાહ જોઈ રહ્યો હતો. પરંતુ કોરોનાના કારણે આપણી વર્ચ્યુઅલ મુલાકાત થઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું કે વ્હાલા બાળકો, તમે જે કામ કર્યું છે, તમને જે પુરસ્કાર મળ્યો છે, તે એટલા માટે પણ ખાસ છે કારણ કે આ બધુ તમે કોરોનાકાળમાં કર્યું છે. આટલી ઓછી ઉંમરમાં તમારા દ્વારા કરાયેલા કામો ચોંકાવનારા છે.
મહામારી સામે જંગમાં બાળકોની મહત્વની ભૂમિકા
પીએમ મોદીએ કહ્યું કે, 'કોઈ ખેલના ક્ષેત્રમાં દેશનું નામ રોશન કરી રહ્યું છે. કોઈ અત્યારથી જ રિસર્ચ અને ઈનોવેશન કરી રહ્યું છે. તમારામાંથી ભવિષ્યમાં દેશના ખેલાડી, વૈજ્ઞાનિક, નેતા, દેશના મોટા મોટા CEO ભારતનું ગૌરવ વધારવાની પરંપરા જોવા મળશે. પરંતુ એક વાતની મેં નોંધ લીધી છે કે દેશના બાળકો, દેશની ભાવી પેઢીએ આ મહામારી સામે મુકાબલો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સાબુથી 20 સેકન્ડ હાથ ધોવાના હોય તે વાત બાળકોએ સૌથી પહેલા પકડી.'
દેશના તમામ મહત્વના સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube