નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે બિહારને વધુ એક ભેટ આપી. પીએમ મોદીએ આજે કોસી રેલ મહાસેતુનું ઉદ્ધાટન કર્યું. આજે બિહાર (Bihar) માં રેલ કનેક્ટિવિટીના ક્ષેત્રે નવો ઈતિહાસ રચાયો છે. કોસી મહાસેતુ અને કિઉલ બ્રિજની સાથે જ બિહારમાં રેલ વ્યવહાર, રેલવેના વીજળીકરણ અને રેલવેમાં મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે, રોજગારીની નવી તકો પેદા કરનારા એક ડઝન પ્રોજેક્ટ્સનું આજે લોકાર્પણ અને શુભારંભ થયો. પ્રધાનમંત્રીએ આજે કોસી રેલ મહાસેતુ સહિત 13 પ્રોજેક્ટ્સ બિહારની જનતાને સમર્પિત કર્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ધાટન દરમિયાન પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે 'આ યોજનાઓથી બિહારના કરોડો લોકોની સમસ્યાઓનું સમાધાન થશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમે આ પ્રોજેક્ટ્સની દિશામાં ઝડપથી ડગ ભર્યા છે. ચાર વર્ષ પહેલા ઉત્તર અને દક્ષિણ બિહારને જોડતા મહાસેતુ પટણા અને મુંગેરમાં બનાવવામાં આવ્યા હતાં. તેનાથી લોકોની અવરજવર સરળ બની. દાયકાઓથી ઉત્તર બિહાર જે વિકાસથી વંછિત હતો તેને ગતિ મળી છે'.


આખરે કૃષિ બિલ અંગે ખેડૂતો કેમ આટલા ચિંતાતૂર છે? સાથે જાણો સરકારના તર્ક અને જવાબ


પ્રધાનમંત્રીએ કહ્યું કે 'જ્યારે નીતિશકુમાર રેલવેમંત્રી હતા, જ્યારે પાસવાનજી રેલવે મંત્રી હતા, ત્યારે તેમણએ પણ આ સમસ્યાને દૂર કરવા માટે ખુબ પ્રયત્ન કર્યો હતો. પરંતુ ત્યારબાદ એક લાંબો સમય આવ્યો કે જ્યારે આ દિશામાં વધુ કામ થયું નહીં. બિહારમાં ગંગાજી હોય, કોસી હોય, સોન હોય, નદીઓના વિસ્તારના કારણે બિહારના અનેક હિસ્સા એક બીજાને કપાયેલા રહે છે. બિહારના લગભગ દરેક ભાગના લોકોને એક મોટી સમસ્યા આવી રહી છે. નદીઓના કારણે થતા લાંબા સફર. પરંતુ આજે સતત તેના પર કામ થઈ રહ્યું છે. આ મુશ્કેલીને દૂર કરવાની કોશિશ થઈ રહી છે.' 


Birthday Gift માં શું જોઈએ છે તે પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું, આ રહ્યું લિસ્ટ 


પીએમ મોદીએ કહ્યું કે 'આ મહાસેતુ અને આ પ્રોજેક્ટ અટલજી અને નીતિશબાબુનો ડ્રીમ પ્રોજેક્ટ પણ રહ્યો છે. આ પ્રોજેક્ટની પરિકલ્પના અટલજીની સરકારમાં કરાઈ હતી. પરંતુ ત્યારબાદ તેમની સરકાર જતી રહી અને પ્રોજેક્ટ પર કામની ઝડપ પણ ઓછી થઈ ગઈ. અટલજીએ 6 જૂન 2003ના રોજ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. તેનો ઉદ્દેશ્ય એ જ હતો કે મિથિલા અને કોસી વિસ્તારના લોકોની મુશ્કેલીઓ દૂર થાય. જો મિથિલાંચલની ફિકર હોત, બિહારના લોકોની ચિંતા હોત તો કોસી રેલ લાઈન પ્રોજેક્ટ પર ઝડપથી કામ ચાલુ થાત.'


ડ્રગ્સ કેસ: ડ્રગ તસ્કર રાહિલ વિશ્રામની ધરપકડ, બોલિવુડની અનેક જાણીતી હસ્તીઓ સાથે છે ડાઈરેક્ટ લિંક


પ્રધાનમંત્રીએ કહ્યું કે 'લગભગ સાડા 8 દાયકા અગાઉ વિનાશકારી ભૂકંપે મિથિલા અને કોસી વિસ્તારને અલગ થલગ કરી દીધો. આજે આ બંનેને જોડવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે કોસી અને મિથિલા ક્ષેત્ર માટે આ મહાસેતુ સુવિધાનું સાધન તો છે જ પરંતુ આ સાથે સમગ્ર ક્ષેત્રમાં વેપાર-ધંધા, ઉદ્યોગ-રોજગારને પણ પ્રોત્સાહન આપનાર છે. આજે કોસી મહાસેતુ થતા સુપૌલ-આસનપુર કુપહા વચ્ચે ટ્રેન સેવા શરૂ થતા સુપૌલ અરરિયા અને સહરસા જિલ્લાના લોકોને પણ ખુબ લાભ થશે. એટલુ જ નહીં તેનાથી નોર્થ ઈસ્ટના સાથીઓ માટે એક વૈકલ્પિક રેલમાર્ગ પણ ઉપલબ્ધ થશે.' 


રાષ્ટ્રીય સુરક્ષા સામે મોટું જોખમ! NIC પર Cyber Attack, અત્યંત સંવેદનશીલ માહિતી ગાયબ


અત્રે જણાવવાનું કે 1887માં નિરમાલી અને ભાપતિવહી (સરાયગઢ) વચ્ચે મીટર ગેજનું નિર્માણ થયું હતું. ભારે પૂર અને 1934માં આવેલા વિનાશકારી ભૂકંપના કારણે આ રેલ લિંક વહી ગયા. ત્યારબાદ કોસી નદીમાં પૂરના જોખમને જોતા ફરીથી આ પુલ બનાવવાની કોશિશ ન થઈ. સરકારે વર્ષ 2003-04માં કોસી મેગા બ્રિજ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. આ 1.9 કિમી લાંબા મહાસેતુને બનાવવામાં 516 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. આ પુલથી નેપાળ સરહદે ભારતની સ્થિતિ મજબૂત થશે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube