નવી દિલ્હી: દેશમાં કોરોના  (Corona virus)સંક્રમિતોની સંખ્યા વધવાની સાથે જ હાલાત સંભાળવાની કમાન હવે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પોતાના હાથમાં સંભાળી લીધી છે. તેમણે આજે કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સહિત અનેક મુખ્યમંત્રીઓ હાજર હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પીએમ મોદીએ મહત્વનું નિવેદન આપ્યું.  તેમણે કહ્યું કે કોરોનાની રસી ક્યારે આવશે તે આપણા હાથમાં નથી, એ સંપૂર્ણપણે વૈજ્ઞાનિકોના હાથમાં છે અને તેઓ તેના પર કામ કરી રહ્યા છે, કેટલાક લોકો રસી અંગે રાજકારણ કરી રહ્યા છે, આપણે તેમને આવું કરવાથી રોકી શકીએ નહીં


દિગ્ગજ નેતાનો દાવો- 'મહારાષ્ટ્રમાં આગામી 2-3 મહિનામાં BJP બનાવશે સરકાર, તૈયારીઓ પૂરી'


પીએમ મોદીએ પ્રદેશમાં કોરોનાના આંકડા બતાવવા પર હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને અટકાવ્યા અને તેમને આંકડાની જગ્યાએ આગળ રણનીતિ જણાવવા માટે કહ્યું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બેઠકમાં કહ્યું કે આગામી વર્ષે આવનારી કોરોના રસી માટે રાજ્યમાં ટાસ્ક ફોર્સની સ્થાપના કરી દેવાઈ છે. તેમણે કહ્યું કે કોરોના રસીકરણ માટે તેમની સરકાર સતત સીરમ ઈન્સ્ટિટ્યૂટના અદાર પૂનાવાલા સાથે વાતચીત ચાલુ છે. 


પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે બંગાળમાં કોરોનાના દર્દીઓની સારવાર બરાબર ચાલી રહી છે. તેમણે પીએમ પાસે GSTના બાકી પૈસા રાજ્યોને આપવાની માગણી કરી. મમતાએ  કહ્યું કે પશ્ચિમ બંગાળ સંવેદનશીલ રાજ્ય છે. બાંગ્લાદેશ અને ભૂટાનની આંતરરાષ્ટ્રીય સરહદો સાથે જોડાયેલું રાજ્ય છે. ત્યાંથી દર્દીઓ બંગાળ આવે છે. એ જ રીતે પાડોશના બિહાર, ઝારખંડ, ઓડિશા,થી દર્દીઓ બંગાળમાં સારવાર કરાવે છે. જેનાથી રાજ્ય પર બોજો પડી રહ્યો છે. 


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બેઠકમાં કહ્યું કે શહેરમાં કોરોનાના વધતા કેસનું એક કારણ વધતું પ્રદૂષણ છે. તેમણે પીએમ મોદીને પરાલી મામલે હસ્તક્ષેપ કરવાની અને સફદરજંગ હોસ્પિટલમાં આઈસીયુના એક હજાર બેડની વ્યવસ્થા કરવાની માગણી કરી. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે Europe અને અમેરિકામાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે. આવામાં આપણે પણ સાવધાન રહેવાનું છે. સામાજિક અંતરનું પાલન કરવાનું છે. માસ્ક પહેરવું ફરજિયાત કરવાનું છે. 


કોરોના સામેની લડતમાં યોગી સરકારને ZEEનો સાથ, 20 એમ્બ્યુલન્સ દાન કરી, CMએ બતાવી લીલી ઝંડી


દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના નવા કેસનો વિસ્ફોટ
અત્રે જણાવવાનું કે કોરોના વાયરસનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. નવા કેસ ભલે 50 હજારની અંદર આવી રહ્યા છે પરંતુ કેટલાક રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દેશના આવા 5 રાજ્યોના ટ્રેન્ડ પર નજર નાખીએ તો દિલ્હી તેમા પહેલા નંબરે છે જ્યાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ત્યારબાદ બીજા નંબરે કેરળ, પશ્ચિમ બંગાળ ત્રીજા નંબરે, મહારાષ્ટ્ર ચોથા નંબરે અને હરિયાણા પાંચમા નંબરે છે. આ રાજ્યોમાં ઝડપથી કોરોના સંક્રમણ વધી રહ્યું છે. હવે પીએમ મોદીએ કોરોના વિરુદ્ધ નિર્ણાયક યુદ્ધની તૈયારી કરી લીધી છે. 


કોવિડ-19 રસી વિતરણ અંગે બનશે રણનીતિ
મળતી માહતી મુજબ કેન્દ્ર તરફથી સતત એવા પ્રયત્ન થઈ રહ્યા છે કે જ્યારે પણ કોરોનાની રસી ઉપલબ્ધ થશે, ત્યારે તેના માટે યોગ્ય રીતે વિતરણની વ્યવસ્થા થઈ શકે. ભારતમાં હાલ પાંચ રસી તૈયાર થવાની દિશામાં છે જેમાંથી ચાર પરીક્ષણના બીજા કે ત્રીજા તબક્કામાં છે જ્યારે એક પહેલા કે બીજા તબક્કામાં છે. હાલ કોરોના સામે લડત લડી રહેલા દેશને પણ આ બેઠકનો ઈન્તેજાર છે કારણ કે મહામંથનથી મળનારા કોરોના વિજયના ફોર્મ્યુલાની બધા વાટ જોઈ રહ્યા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube