દિગ્ગજ નેતાનો દાવો- 'મહારાષ્ટ્રમાં આગામી 2-3 મહિનામાં BJP બનાવશે સરકાર, તૈયારીઓ પૂરી'

મહારાષ્ટ્રમાં આગામી બે-ત્રણ મહિનામાં ભાજપની સરકાર બની જશે. આ મોટો દાવો મહારાષ્ટ્ર ભાજપના કદાવર નેતા અને કેન્દ્રીય મંત્રી રાવ સાહેબ દાનવે (Rao Saheb Danve)એ કર્યો છે

દિગ્ગજ નેતાનો દાવો- 'મહારાષ્ટ્રમાં આગામી 2-3 મહિનામાં BJP બનાવશે સરકાર, તૈયારીઓ પૂરી'

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં આગામી બે-ત્રણ મહિનામાં ભાજપની સરકાર બની જશે. આ મોટો દાવો મહારાષ્ટ્ર ભાજપના કદાવર નેતા અને કેન્દ્રીય મંત્રી રાવ સાહેબ દાનવે (Rao Saheb Danve)એ કર્યો છે. રાવ સાહેબ દાનવેના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્રમાં મહાઆઘાડી સરકાર પડશે અને ભાજપ સત્તામાં આવશે. અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં ભાજપ સાથે દોસ્તી તોડીને શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી લીધી હતી. 

રાવ સાહેબ દાનવેએ ઔરંગાબાદ સ્નાતક નિર્વાચન ક્ષેત્રમાં આગામી મહિને આયોજિત થનારી વિધાન પરિષદ ચૂંટણી માટે પરભણીમાં કાર્યકરોને કરેલા સંબોધનમાં આ વાત કરી. તેમણે એમ પણ કહ્યું કે ભાજપના કાર્યકરોએ ક્યારેય એ ન વિચારવું જોઈએ કે મહારાષ્ટ્રમાં આપણી સરકાર નહીં આવે. આગામી બેથી ત્રણ મહિનામાં આપણે સરકાર બનાવીશું. હાલ અમે વિધાન પરિષદની ચૂંટણી પૂરી થાય તેની રાહ જોઈ રહ્યા છીએ. આવું પહેલીવાર બન્યું છે કે ભાજપના નેતાએ મહારાષ્ટ્રને લઈને આ પ્રકારે નિવેદન આપ્યું છે. 

— Press Trust of India (@PTI_News) November 23, 2020

આ અગાઉ ભાજપના નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે જોડ તોડમાં અમને રસ નથી. યોગ્ય સમયની રાહ જોવાઈ રહી છે. મહારાષ્ટ્રની જનતા પણ પરેશાન થઈ ગઈ છે. 

અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપે મળીને ચૂંટણી લડી હતી. બંનેને  બહુમત પણ મળ્યું હતું પરંતુ સીએમ પદને લઈને શિવસેનાને ભાજપ સાથે વાંકુ પડ્યું હતું. લાંબી જદ્દોજહેમત બાદ શિવસેનાએ ભાજપ સાથે છેડો ફાડ્યો અને કોંગ્રેસ-એનસીપી સાથે મળીને સરકાર બનાવી લીધી હતી. શિવસેનાએ ઉદ્ધવ ઠાકરેને સીએમ બનાવવાની શરત પર બંને પાર્ટીઓનું સમર્થન લીધુ હતું. 

મહારાષ્ટ્રમાં સત્તા હાથમાંથી જતા ભાજપને ઘણો ધક્કો પણ લાગ્યો હતો. શિવસેના ભાજપની જૂના સાથી પક્ષમાંથી એક પાર્ટી હતી. ઘણા સમયથી એવી અટકળો પણ થઈ રહી છે કે મહારાષ્ટ્રમાં ઉથલપાથલ થઈ શકે છે. પરંતુ એવું પણ મનાઈ રહ્યું હતું કે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે છે તો કદાચ જ શક્ય બને. પણ હવે રાઓ સાહેબના નિવેદને રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news