કોરોના સામેની લડતમાં યોગી સરકારને ZEEનો સાથ, 20 એમ્બ્યુલન્સ દાન કરી, CMએ બતાવી લીલી ઝંડી
યોગી સરકાર કોરોના સામે નિર્ણાયક લડત લડી રહી છે. આશા છે કે ZEEની આ પહેલથી આ લડતને વધુ મજબૂતાઈ મળશે અને યુપી આ મહામારીને જેમ બને તેમ જલદી માત આપી શકશે.
Trending Photos
લખનઉ: આખો દેશ કોરોના (Corona Virus)ની નાગચૂડમાં છે, પરંતુ સરકાર અને કોરોના વોરિયર્સે ખુબ બહાદુરીથી કોરોનાને માત આપવાનું નક્કી કરી લીધુ છે. જેમાં ઉત્તર પ્રદેશ સરકારે ખુબ સારૂ કામ કર્યું છે અને ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ લિમિટેડનો હેતુ પણ આ લડતમાં સરકારનો સાથ આપીને કોરોનાને પછાડવાનો છે. આજે એટલે કે 24 ઓક્ટોબરથી ઝી એન્ટરટેઈનમેન્ટ ઉત્તર પ્રદેશમાં એક અનોખી પહેલ શરૂ કરી રહ્યું છે. મનોરંજનની સાથે સાથે રાજ્યની સ્વાસ્થ્ય વ્યવસ્થામાં પણ ZEE યોગદાન આપી રહ્યું છે.
20 એમ્બ્યુલન્સ અને 5000 PPE કિટનું દાન
ZEE તરફથી રાજ્યમાં કોરોના સામેની લડતમાં 20 એમ્બ્યુલન્સ અને 5000 PPE કિટનું દાન કરવામાં આવ્યું છે. ZEE એન્ટરટેઈનમેન્ટના મેનેજિંગ ડાઈરેક્ટર અને CEO પુનીત ગોયન્કાએ આજે પોતે યોગી સરકારને આ એમ્બ્યુલન્સ ભેટ કરી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લીલી ઝંડી બતાવીને એમ્બ્યુલન્સના કાફલાને રવાના કર્યો. કોરોના જેવી મહામારી સામે લડવામાં ZEE લોકોની સાથે સાથે સરકારોની મદદ પણ કરી રહ્યું છે.
ઝી ઉત્તર પ્રદેશ-ઉત્તરાખંડના સંપાદક દિલીપ તિવારી પણ આ અવસરે હાજર રહ્યા. યોગી સરકાર કોરોના સામે નિર્ણાયક લડત લડી રહી છે. આશા છે કે ZEEની આ પહેલથી આ લડતને વધુ મજબૂતાઈ મળશે અને યુપી આ મહામારીને જેમ બને તેમ જલદી માત આપી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે