નવી દિલ્હી: નવા કૃષિ કાયદા (New Farm Law) ના વિરૂદ્ધ ગત 72 દિવસોથી દિલ્હીના બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest) નું અત્યાર સુધી કોઇ સમાધાન નિકળી શક્યું નથી. આ મુદ્દે સતત વધી રહેલા વિવાદને જોતાં પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) પોતે આ મુદ્દે સમાધાનનો માર્ગ શોધી રહ્યા છે. તેમણે સંસદ ભવનમાં કેબિનેટના વરિષ્ઠ સહયોગીઓની સાથે બેઠક કરી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરિષ્ઠ કેબિનેટ સહયોગીઓ સાથે બેઠક કરી રહ્યા છે પીએમ
જાણકારી અનુસાર આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર અને સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી હાજર પણ છે. કિસાન આંદોલન (Farmers Protest) ના કારણે લોકસભાની કાર્યવાહી સતત ગતિરોધ બનેલી છે. જેના લીધે સરકાર વિભિન્ન મુદ્દાઓ પર ના તો ચર્ચા કરી શકે છે અને ના તો ખરડો પાસ કરાવી શકે છે. પીએમ મોદી સોમવારે આ મુદ્દે રાજ્યસભામાં જવાબ આપશે. 

iphone કરતાં સવાઇ છે Mi ની ટેક્નોલોજી, તો પણ હિનાને ગમતો નથી કેમ કે હિના જરાક શોખીન છે


ગત અઢી મહિનાથી દિલ્હી બોર્ડર પર ધરણા આપી રહ્યા છે ખેડૂત
તમને જણાવી દઇએ કે પંજાબ, હરિયાણા, અને પશ્વિમ યૂપીથી આવેલા ખેડૂત ટિકરી, સિંધુ અને ગાજીપુર બોર્ડર પર સતત બેસીને અઢી મહિનાથી ધરણા પર છે. આ મુદ્દે ખેડૂતોએ 26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ નિકાળી હતી. જેમાં મોટાપાયે હિંસા (Farmer Violence) થયા બાદ રાકેશ ટિકૈત સહિત અન્ય ખેડૂત નેતાઓ પર UAPA તથા અન્ય કઠોર કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.  

499 રૂપિયા અને એક Smartphone તમને દર મહિને કરાવશે 20,000 રૂપિયાની કમાણી


કેસ દાખલ થયા બાદ રાકેશ ટિકૈતના સુર નરમ પડ્યા
પોતાની ધરપકડની તલાવાર લટક્યા બાદ હવે ભારતીય ખેડૂત યૂનિયન નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait) ના સુર પણ નરમ પડી ગયા છે. દેશમાં 6 ફેબ્રુઆરીના રોજ થનાર ચક્કાજામથી 12 કલાક પહેલાં ટિકૈતએ યૂપી અને ઉત્તરાખંડમાં ચક્કાજામ પરત લેવાની જાહેરાત કરી દીધી. આ બંને રાજ્યોમાં ભાજપ સરકારમાં છે અને હિંસા કરવા પર ટિકૈતને કડક કાર્યવાહીનો ડર હતો. તો બીજી તરફ દિલ્હી વિશે રાકેશ ટિકૈતએ કહ્યું કે અહીં તો આમ પણ ગાડીઓ બંધ પડી છે. એટલા માટે અહીં ચક્કાજામની કોઇ અસર પડશે નહી. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube