નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે તમિલનાડુમાં ભાજપ કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે ખેડૂત જો આપણો અન્નદાતા છે, તેમનું કલ્યાણ માત્ર સરકાર માટે જ નહી, પરંતુ દેશ માટે પણ પ્રાથમિકતા છે. આપણી સરકાર ભારતમાં સૌથી વધારે ખડૂત અનુકુળ સરકાર છે. આપણે કોંગ્રેસની જેમ નથી, જે ફક્ત તે જ લોકો ખેડૂતો પ્રત્યે લાગણી દર્શાવે છે અને તેમના કલ્યાણને અવગણે છે. જ્યાં પણ કોંગ્રેસ સત્તામાં છે, ત્યાં ખેડૂતો પીડિત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ખોટા આરોપ મૂકવા બદલ ઝી ન્યૂઝે નવજોત સિંહ સિદ્ધુને ફટકારી 1000 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ


પીએમએ કહ્યું કે, જો કોઇ એક એવી પાર્ટી છે જે ખેતી-ખેડૂતના મુદ્દાને સમજે છે અને હમેશાં ખેડૂતોનું સાંભળે છે અને તેમના મુદ્દાઓને હલ કરે છે, તો તે માત્ર ભાજપ જ છે. આગાઉની સરકારના રાજમાં સતત વધતી મોંઘવારી લોકોને નુકસાન પહોંચાડી રહી છે. જ્યારે તેમની સરખામણીએ અમે મોંઘવારીના મુદ્દાને સફળતાપૂર્વક કાબુમાં કરી છે.


વધુમાં વાંચો: રાફેલ ડીલ મુદ્દે સુપ્રીમ કોર્ટનો નિર્ણય અંતિમ, JPC તપાસની જરૂરીયાત નથી: અખિલેશ યાદવ


પીએમે તેમના સંબોધનમાં કહ્યું કે, જો કોઇ એક એવી પાર્ટી છે જે ખેતી-ખેડૂતના મુદ્દાને સમજે છે અને હમેશાં ખેડૂતોનું સાંભળે છે અને તેમના મુદ્દાઓને હલ કરે છે, તો તે માત્ર ભાજપ જ છે. એક ઐતિહાસિક પગલાં લેતા, એમએસપીને આ ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું છે કે ખેડૂતો ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા 150% મેળવી શકે. તેમણે કહ્યું કે સબાક સાથ, સબકા વિકાસમાં અમારી પાર્ટી વિશ્વાસ રાખે છે. ભાજપનું માનવું છે કે ભારત ત્યારે વિકસિત થઇ શકે છે જ્યારે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ દરેક વિકસિત થઇ જાય.


વધુમાં વાંચો: છત્તીસગઢ: સીએમના નામને લઇ કોંગ્રેસ દુવિધામાં, આવતી કાલે જાહેર કરશે નામ


દેશમાં પહેલા ચાલતુ હતુ VIP અને હવે ચાલી રહ્યું છે EPI
ત્યારે, કેરળની પાર્ટી કાર્યકર્તાઓએ પીએમ નરેન્દ્ર મોદીને કહ્યું કે પહેલા દેશમાં વીઆઇપી લોકોને વધારે મહત્વ આપવામાં આવતું હતું. પરંતુ આજના સમયમાં પ્રચલિત શબ્દ ઇપીઆઇ છે. ઇપીઆઇનો અર્થ છે કે બધા લોકો મહત્વપૂર્ણ છે. પીએમે કોંગ્રેસ અને વામદળ પર નિશાન સાધતા કહ્યું કે કેરળમાં આ સમયે સરકાર બે મોડલથી ચલાવવામાં આવી રહીં છે. એક કોંગ્રેસનું મોડલ છે અને એક વામદળનું મોડલ છે. બંને જ મોડલ કુશળતાથી ભ્રષ્ટાચાર અને અપ્રભાવી શાસનને દર્શાવે છે.


વધુમાં વાંચો: જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય ત્યાં ફરી શરૂ થઇ જશે ગુંડાગીરી અને હફ્તા વસૂલી: BJP MLA


130 કરોડ લોકોની વાત સાંભળવામાં આવે છે- પીએમ મોદી
પીએમ નેરેન્દ્ર મોદીએ આ દરમિયાન આત્મદાહ કરનાર વેણુગોપાલ નાયરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, અમાકા માટે એક દુ:ખદ સમાચાર છે. તેના કારણે અમારી પાર્ટીને કેરળમાં બંધનું આહવાન કરવું પડ્યું હતું. તેમણે કહ્યું કે હું ભાજપ કાર્યકર્તાઓને જણાવવા માગુ છું કે આ ઘટનાથી શીખવું જોઇએ અને આવા આત્મઘાતી પગલા ઉઠાવતા પહેલા લોકોને રોકવા જોઇએ. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે દેશના 130 કરોડ લોકો બોલે છે, તો તેમની અવાજ સાંભળવામાં આવે છે. આપણાં જે પણ મુદ્દાઓ છે, આપણે તે લોકોને સમજાવીશું. જણાવી દઇએ કે ભગવાન અયપ્પાના એક ભક્ત વેણુગોપાલે કેરળ સચિવાયલની સામે ભાજપના ધરણા સ્થળ પાસે ગુરૂવાર સવારે આત્મદાહ કર્યો હતો.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અંહીં ક્લિક કરો...