PM મોદીએ સાઉદી અરબના કિંગ સાથે ફોન પર કરી વાત, આ મુદ્દાઓ પર થઇ ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સાઉદી અરબના કિંગ સલમાન બિન અબ્દુલ અજીજ અલ-સાઉદ (Salman Bin Abdulaziz Al Saud) સાથે ફોન પર વાત કરી. આ દરમિયાન બંને નેતાઓએ કોરોના મહામારીના લીધે ઉપજેલા વૈશ્વિક પડકારો પર ચર્ચા કરી.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સાઉદી અરબના કિંગ સલમાન બિન અબ્દુલ અજીજ અલ-સાઉદ (Salman Bin Abdulaziz Al Saud) સાથે ફોન પર વાત કરી. આ દરમિયાન બંને નેતાઓએ કોરોના મહામારીના લીધે ઉપજેલા વૈશ્વિક પડકારો પર ચર્ચા કરી.
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે 'કિંગ સલમાન સાથે કોવિડ-19 મહામારી સહિત સાઉદી અરબની અધ્યક્ષતામાં જી-20 દેશો દ્વારા ભજવવામાં આવતી મહત્વપૂર્ણ ભૂમિકા વિશે ફોન પર વાત થઇ. તાજેતરના વર્ષોમાં આપણા દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી અદભૂત વૃદ્ધિની પણ અમે સમીક્ષા કરી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube