નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે ફરી એકવાર રાજ્યસભા (Rajya Sabha) ને સંબોધન કર્યું. કોંગ્રેસ (Congress) ના ગુલામ નબી આઝાદ સહિત 4 સાંસદોની આજે સદનમાંથી વિદાય થઈ રહી છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ ગુલામ નબી આઝાદના ખુબ વખાણ કર્યા. આ દરમિયાન પીએમ મોદી ભાવુક થયેલા જોવા મળ્યા. એક આતંકી ઘટના બાદ ગુલામ નબી આઝાદ સાથે ફોન પર થયેલી વાતનો ઉલ્લેખ કરતા તેઓ ભાવુક થઈ ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાર સાંસદોનો પૂરો થયો કાર્યકાળ
પોતાના સંબોધનમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે શ્રીમાન ગુલામ નબી આઝાદજી, શમશેર સિંહજી, મીર મોહમ્મદ ફૈયાઝજી, નાદિર અહેમદજી હું તમારા ચારેય મહાનુભવોને આ સદનની શોભા વધારવા માટે, તમારા અનુભવ, તમારા જ્ઞાનનો સદનને અને દેશને લાભ આપવા માટે તથા તમારા ક્ષેત્રની સમસ્યાઓના સમાધાન માટે તમારા યોગદાન બદલ આભાર વ્યક્ત કરું છું. 


જ્યારે રાજ્યસભામાં બોલ્યા PM Modi- 'મોદી છે તો અવસર લઈ લો, ફોઈ તો નારાજ થવાની જ છે'


ગુજરાતી મુસાફરો આતંકી ઘટનાનો ભોગ બન્યા તે વાતનો કર્યો ઉલ્લેખ
ગુલામ નબી આઝાદ વિશે વાત કરતા તેમણે કહ્યું કે ગુલામ નબી આઝાદ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે હું પણ એક રાજ્યનો મુખ્યમંત્રી હતો. અમારી ખુબ ગાઢ નીકટતા રહી. એકવાર ગુજરાતના કેટલાક મુસાફરો પર આતંકીઓએ હુમલો કર્યો, 8 લોકો માર્યા ગયા. સૌથી પહેલા ગુલામ નબી આઝાદજીનો મને ફોન આવ્યો હતો. તેમના આંસૂ અટકતા નહતા. પીએમ મોદીએ જણાવ્યું કે તે સમયે પ્રણવ મુખરજી રક્ષામંત્રી હતા, તો તેમની ફૌજના હવાઈ જહાજની વ્યવસ્થાની માગણી કરી. તે વખતે એરપોર્ટથી જ ગુલામનબી આઝાદે ફોન કર્યો. જે રીતે પોતાના પરિવારના સભ્યની ચિંતા કરવામાં આવે છે તેવી જ આઝાદજીએ તેમની ચિંતા કરી. 


જુઓ VIDEO



Farm Laws: મનમોહન સિંહના જૂના નિવેદનને ટાંકીને PM મોદીએ વિપક્ષને બરાબર લીધો આડે હાથ 


ગુલામ નબીજીનો આદર કરું છું-પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે સત્તા જીવનમાં આવતી જતી રહે છે, તેને કેવી રીતે પચાવવી તે ગુલામ નબી આઝાદજી પાસેથી શીખવા મળે છે. પીએમ મોદીએ જણાવ્યું કે એક મિત્ર તરીકે હું આઝાદજીનો ખુબ આદર કરું છું. પીએમ મોદીએ કહ્યું કે મને ચિંતા એ વાતની છે કે ગુલામ નબીજી બાદ જે પણ આ પદ સંભાળશે તેમને ગુલામ નબીજી સાથે મેચ કરવામાં ખુબ મુશ્કેલી પડશે. કારણ કે ગુલામ નબીજી પોતાના પક્ષની ચિંતા કરતા હતા, પરંતુ દેશ અને સદનની પણ એટલી જ ચિંતા કરતા હતા. જ્યારે હું ચૂંટણી રાજકારણમાં આવ્યો ત્યારે ગુલામ નબી આઝાદ અને હું લોબીમાં વાત કરતા હતા. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube