જ્યારે રાજ્યસભામાં બોલ્યા PM Modi- 'મોદી છે તો અવસર લઈ લો, ફોઈ તો નારાજ થવાની જ છે'

ગુલામ નબી આઝાદના ભાષણોનો એવો ઉલ્લેખ કર્યો કે સદનમાં હાજર દરેક વ્યક્તિના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. 

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપતા વિપક્ષને એકવાર ફરીથી પોતાના ખાસ અંદાજમાં ધેર્યો. પ્રધાનમંત્રી મોદીએ નવા કૃષિ કાયદાના વિરોધના નામે થઈ રહેલા રાજકારણથી લઈને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયન અને કોંગ્રેસ સાંસદ પ્રતાપ સિંહ બાજવા, ગુલામ નબી આઝાદના ભાષણોનો એવો ઉલ્લેખ કર્યો કે સદનમાં હાજર દરેક વ્યક્તિના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. 

મોદી છે તો અવસર લઈ લો...

1/5
image

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સદનમાં હોબાળો મચાવી રહેલા વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે  કોરોનાના કારણે તમે લોકો ફસાયેલા રહેતા હશો, ઘરમાં પણ કિચકિચ થતી હશે, પરંતુ તમે બધો ગુસ્સો મારા પર કાઢ્યો તો તમારું પણ મન હળવું થયું. હું તમારે કામ તો આવ્યો, એ મારું સૌભાગ્ય સમજીશ. આ આનંદ તમે સતત લેતા રહો અને મોદી છે, અવસર લઈ લો. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષના સાંસદોએ ચર્ચા દરમિયાન લોકતંત્ર પર ખુબ ઉપદેશ આપ્યા, પરંતુ હું તેમની સાથે સહમત નથી. 

પરિવારમાં ફોઈ નારાજ થઈ જ જાય છે...

2/5
image

પીએમ મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના એક નિવેદનને કોટ કરતા કહ્યું કે મનમોહન સિંહજીએ કૃષિ સંલગ્ન એક મોટા બજારની વકિલાત કરી હતી. પરંતુ મજાની વાત એ છે કે જે લોકો ઉછળી ઉછળીને રાજકીય નિવેદનો આપે છે, તેમની સરકારોએ પણ પોત પોતાના રાજ્યોમાં થોડું ઘણું તો કર્યું જ છે. કોઈ કાયદાની દાનત પર સવાલ ઉઠાવ્યા નથી. ફરિયાદ એ છે કે રીત યોગ્ય નહતી. ઉતાવળ કરી નાખી. એ તો રહે જ છે, કે પરિવારમાં લગ્ન હોય ત્યારે ફોઈ નારાજ થઈને કહે છે કે મને ક્યાં બોલાવી. તે  તો રહે જ છે. આટલો મોટો પરિવાર છે, તો તે રહેવાનું જ છે. 

ડેરેક ઓ બ્રાયનની ફ્રીડમ ઓફ સ્પીચ

3/5
image

પીએમ મોદીએ વિપક્ષી સાંસદોના ભાષણો પર કટાક્ષ કરીને ડેરેક ઓ બ્રાયનને ફ્રીડમ ઓફ સ્પીચ પર આડે હાથ લીધા. તેમણે કહ્યું કે મને લાગતું હતું કે તેઓ બંગાળની વાત કરી રહ્યા છે કે પછી દેશની વાત કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે ત્યાં જે દેખતા અને સાંભળતા હોય તે વાત ભૂલથી અહીં જણાવી દીધી હોય. 

ગુલામનબી આઝાદના વખાણ કર્યા અને કટાક્ષ પણ

4/5
image

પીએમ મોદીએ સદનમાં ગુલામ નબી આઝાદની પ્રશંસા કરીને કટાક્ષ પણ કર્યો. તેમણે કહ્યું કે ગુલામ નબીજી હંમેશા શાલિનતાથી બોલે છે. ક્યારેય બેઈમાની કરતા નથી. ખોટો ભાષા પ્રયોગ કરતા નથી. આપણે તેમની પાસેથી એ શીખવું જોઈએ, હું તે બદલ તેમનું સન્માન કરું છું. તેમણે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની પ્રશંસા કરી...મને વિશ્વાસ છે કે તમારી પાર્ટી તેને યોગ્ય ભાવનાથી લેશે. જી-23ના સૂચનો સાંભળીને ક્યાંક કઈ ખોટું ન સમજે. 

પ્રતાપ સિંહ બાજવાને લીધા લપેટામાં

5/5
image

કોંગ્રેસના પ્રતાપ સિંહ બાજવા પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસના બાજવા પણ બોલી રહ્યા હતા. તેઓ એટલું વિસ્તારથી બોલી રહ્યા હતાં કે મને લાગ્યું કે તેઓ જલદી ઈમરજન્સી સુધી પહોંચી જશે અને તેના પર બોલશે. તેઓ તેનાથી ફક્ત એક પગલું દૂર રહી ગયા. કોંગ્રેસ આ દેશને ખુબ નિરાશ કરે છે, તમે પણ એવું જ કર્યું.