નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ દિલ્હીમાં આજે રાષ્ટ્રીય કેડેટ કોર (NCC) ના કાર્યક્રમમાં ભાગ લીધો. પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓર્નર અપાયું. આ કાર્યક્રમમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) , ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, ત્રણેય સેના પ્રમુખ પણ હાજર રહ્યા. કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન અલગ  અલગ રાજ્યોની પરેડ કાઢવામાં આવી. પીએમ મોદીએ તમામ પરેડનું નિરીક્ષણ કર્યું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે બંધારણમાં નાગરિક કર્તવ્યની વાત કરવામાં આવી છે. તેમનું પાલન કરવું એ તમામની જવાબદારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત દરેક મોરચે સક્ષમ
પીએમ મોદી (PM Narendra Modi) એ કહ્યું કે ગત વર્ષે દેખાડી દીધુ કે વાયરસ (Corona Virus) હોય કે પછી બોર્ડર (Border) નો પડકાર, ભારત પોતાની રક્ષા માટે પૂરી મજબૂતાઈથી દરેક પગલું ભરવામાં સક્ષમ છે. રસીનું સુરક્ષા કવચ હોય કે પછી ભારતને પડકારનારાના ઈરાદાઓને આધુનિક મિસાઈલથી ધ્વસ્ત કરવા...ભારત દરેક મોરચે સમર્થ છે. આજે દેશ બે કોરોના રસી (Corona Vaccine) બનાવી ચૂક્યો છે, સેનાનું પણ આધુનિકીકરણ થઈ રહ્યું છે. દેશને બે વધુ રાફેલ વિમાન મળી ગયા છે. જે હવામાં જ રિફ્યૂલિંગ કરી શકે છે. હવે સેનાની જરૂરિયાતો પણ ભારતમાં જ પૂરી કરવામાં આવી રહી છે. 


Delhi: Amit Shah ટ્રેક્ટર રેલી હિંસામાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓને મળ્યા, 300 થી વધુ જવાન ઈજાગ્રસ્ત


પીએમ મોદીએ કહ્યું કે દેશમાં જ્યાં પણ કોઈ મહત્વપૂર્ણ કામ થાય છે ત્યાં હંમેશા એનસીસી કેડેટ્સ પહોંચી જાય છે અને સંકટ સમયે પણ મદદ કરવા પહોંચે છે. બંધારણમાં નાગરિક કર્તવ્યની વાત કરવામાં આવી છે. તેમને નિભાવવા બધાની જવાબદારી છે. દેશમાં એક સમયે નક્સલવાદ મોટી સમસ્યા હતી, પરંતુ લોકોની જાગરૂકતાના કારણે નક્સલવાદની કમર તૂટી ગઈ. 


NCC ને અપાઈ રહી છે મોટી જવાબદારી
પીએમ મોદીએ કહ્યું કે એનસીસીની ભૂમિકાનો વિસ્તાર કરવામાં આવશે, સરહદી-સમુદ્રી વિસ્તારોની સુરક્ષા સાથે જોડાયેલા નેટવર્કને સશક્ત કરવા માટે એનસીસીની ભાગીદારી વધારવામાં આવી રહી છે. આ માટે એક લાખ કેડેટ્સને ટ્રેનિંગ અપાઈ રહી છે. સરકાર તરફથી NCC કેડેટ્સની તાકાત પણ વધારવામાં આવી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે હવે  વિદ્યાર્થીનીઓ પણ મોટી સંખ્યામાં કેડેટ્સનો ભાગ બની રહી છે. 


Delhi Violence: Red Fort પર ઝંડો ફરકાવનારો પંજાબનો જુગરાજ પોલીસની બીકે પરિજનો સહિત ફરાર 


પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે ભારત આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કરશે, નેતાજીની પણ જયંતી મનાવવામાં આવી રહી છે. નેતાજી સુભાષચંદ્ર બોઝે દુનિયાની સૌથી મજબૂત સત્તાને હલાવી દીધી હતી. પીએમએ કહ્યું કે 20147માં જ્યારે દેશ આઝાદીના 100 વર્ષ પૂરા કરશે ત્યારે આજના પ્રયાસ બધાને મજબૂતાઈ આપશે. 


અત્રે જણાવવાનું કે દર વર્ષે દિલ્હીમાં NCC નો ભવ્ય કાર્યક્રમ યોજાય છે. જ્યાં પ્રધાનમંત્રી મુખ્ય અતિથિ તરીકે હોય છે. અલગ અલગ રાજ્યોમાંથી NCC સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ માટે લાંબી  તૈયારી કરતા હોય છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube