pm narendra modi

Independence Day: તિરંગાવાળો સાફો બાંધીને PM મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, Photos માં જુઓ ઉજવણીનો અદભૂત નજારો

પીએમ મોદીએ ધ્વજારોહણ કરતા પહેલા મહાત્મા ગાંધીની સમાધી રાજઘાટ પર જઈને બાપુને નમન કર્યા તથા પુષ્પાંજલિ અર્પણ કરી. અહીંથી તેઓ કાફલા સાથે લાલ કિલ્લા પર જવા નીકળ્યા હતા. 

Aug 15, 2022, 11:53 AM IST

Independence Day 2022: 'દેશ સામે બે મોટા પડકાર...પૂરી તાકાત સાથે લડવાનું છે', જાણો PM મોદીના સંબોધનની મહત્વની વાતો

PM Modi Speech : આઝાદીના 75 વર્ષ પૂરા થયા અને 76માં સ્વતંત્રતા દિવસના અવસરે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત નવમી વખત લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કર્યું. આ દરમિયાન આવનારા 25 વર્ષોમાં ભારતને વિક્સિત બનાવવા માટે 5 સંકલ્પનો ઉલ્લેખ કર્યો. નારી શક્તિને યાદ કરી. ભ્રષ્ટાચાર અને પરિવારવાદ પર આકરા પ્રહાર કર્યા. પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા આંદોલનના નાયકોને નમન કર્યા. મહાન વીરો, વિરાંગનાઓના શૌર્યને યાદ કર્યું. વીર સાવરકર, નેતાજી સુભાષચંદ્ર બોઝ, પંડિત નેહરુ, ભગવાન બિરસા મુંડા સહિત આઝાદીના નાયકોને યાદ કર્યા.

Aug 15, 2022, 10:53 AM IST

Independence Day 2022: સંબોધન દરમિયાન ભાવુક થઈ ગયા PM મોદી, કહ્યું- નારીનું અપમાન સ્વીકાર્ય નથી

PM Modi Independence Day 2022 Speech: આઝાદીના 75 વર્ષ પૂરા થયા અને 76માં સ્વતંત્રતા દિવસના અવસરે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત નવમી વખત લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં પીએમ મોદી ભાવુક થઈ ગયેલા જોવા મળ્યા અને એક કડક સંદેશ આપ્યો. પીએમ મોદીએ કહ્યું કે આપણે લોકો પોતાની રોજબરોજની જિંદગીમાં મહિલાઓનું અપમાન કરીએ છીએ જે સ્વીકાર્ય નથી. 

Aug 15, 2022, 09:38 AM IST

Independence Day 2022: લાલ કિલ્લાની પ્રાચીર પરથી PM મોદીએ રજૂ કરી આગામી 25 વર્ષની બ્લ્યૂ પ્રિન્ટ, લીધા આ 5 પ્રણ

Independence Day 2022: આજે 15 ઓગસ્ટ 2022ના રોજ દેશ પોતાનો 76મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લાની પ્રાચીરથી સતત 9મી વાર ધ્વજારોહણ કર્યું. ધ્વજ ફરકાવ્યા બાદ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આઝાદીના આટલા  દાયકા બાદ સમગ્ર વિશ્વનો ભારત તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલાયો છે.

Aug 15, 2022, 08:35 AM IST

Bihar Politics: બિહારના રાજકારણમાં જબરદસ્ત મોટો વળાંક, BJP હાઈકમાને લાલુ પરિવારને ફોન કર્યો

બિહારમાં ભાજપ અને જેડીયુ ગઠબંધન તૂટવાની અટકળો થઈ રહી છે. ભાજપ અને નીતિશકુમાર વચ્ચે વધતું અંતર શું બિહારમાં નવી ગઠબંધન સરકાર લાવશે? એવી ચર્ચાઓ જોરમાં છે. બિહારમાં તમામની નજર હવે સીએમ નીતિશકુમારની પાર્ટી જેડીયુ અને મુખ્ય વિપક્ષી પાર્ટી આરજેડી દ્વારા પોત પોતાના વિધાયકોની બોલાવેલી બેઠક પર છે. જેનાથી બિહારમાં રાજકીય પરિવર્તનની અટકળો તેજ થઈ છે.

Aug 9, 2022, 11:19 AM IST

ગાંધીનગરમાં કરાયું ડિફેન્સ એક્સપોનું આયોજન, આ તારીખે પીએમ મોદી કરશે ઉદ્ધાટન

ડિફેન્સ એક્સપોનું આયોજન આ વર્ષે 18 થી 22 ઓક્ટોબરના ગાંધીનગરમાં કરવામાં આવી રહ્યું છે. રક્ષા મંત્રાલયે સોમવારે આ જાણકારી આપતા જણાવ્યું કે, આ વર્ષના DefExpo પ્રતિષ્ઠિત દ્વિવાર્ષિક સંરક્ષણ પ્રદર્શનની 12મી આવૃત્તિ હશે

Aug 8, 2022, 10:06 PM IST

રાહુલ-સોનિયા ગાંધી ધરાવે છે રેર બ્લ્ડ ગ્રુપ, જાણો PM મોદી અને યોગી આદિત્યનાથનું કયું છે બ્લ્ડ ગ્રુપ?

બ્લડ ગ્રુપ દરેક વ્યક્તિનું અલગ અલગ હોય છે. આમ તો દુનિયામાં 43 પ્રકારના રેર બ્લડ ગ્રુપ વિશે જણાવવામાં આવ્યું છે પરંતુ સામાન્ય રીતે ચાર પ્રકારના બ્લડ ગ્રુપ હોય છે. A+, B+, Ab+ और O+ આ ચાર બ્લડ ગ્રુપના જ નિગેટિવ બ્લડ ગ્રુપ પણ હોય છે. A-, B-, Ab-, અને O-. નેગેટિવ ગ્રુપને રેર ગણવામાં આવે છે. ચૂંટણી સોંગંદનામામાં નેતાઓના બ્લ્ડ ગ્રુપ વિશે માહિતી નોંધાયેલી છે. જાણો દિગ્ગજ નેતાઓના બ્લડ ગ્રુપ વિશે ખાસ માહિતી....

Aug 8, 2022, 12:53 PM IST

ઉપરાષ્ટ્રપતિના વિદાય સમારોહમાં PM મોદીનું સંબોધન, કહ્યું- આ ખુબ ભાવુક પળ છે

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના વિદાય સમારોહમાં આજે પીએમ મોદીએ સંબોધન કર્યું. પીએમ મોદીએ રાજ્યસભામાં કહ્યું કે આજે આપણે રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુજીને તેમના કાર્યકાળની સમાપ્તિ પર આભાર વ્યક્ત કરવા માટે ભેગા થયા છીએ. ગૃહ માટે આ ખુબ ભાવુક પળ છે. ગૃહની અનેક ઐતિહાસિક પળો તમારી ગરિમાભરેલી ઉપસ્થિતિ સાથે જોડાયેલી છે. 

Aug 8, 2022, 11:58 AM IST

Ravi Shankar Prasad: 'મોંઘવારી-બેરોજગારી પર ચર્ચા એક બહાનું, સાચું કારણ ED ને ધમકાવવી, ડરાવવી અને પરિવારને બચાવવાનું છે'

ભાજપના નેતા રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી સ્પષ્ટપણે જૂઠ્ઠુ બોલ્યા છે. હજુ 2 દિવસ પહેલા જ ગૃહમાં ચર્ચા થઈ તેમાં કોંગ્રેસ પાર્ટીના લોકોએ ભાગ લીધો કે નહીં? નીચલા સ્તરના આરોપો લગાવ્યા કે નહીં? રાહુલ ગાંધીએ એ જૂઠ્ઠુ કેમ બોલ્યા કે તેમને બોલવા દેવામાં નથી આવતા? એ દેશને  બતાવવું જરૂરી છે. તેમણે કહ્યું કે મોંઘવારી અને બેરોજગારી પર ચર્ચા એક બહાનું છે, સાચુ કારણ ED ને ધમકાવી, ડરાવી અને પરિવારને બચાવવાનો છે. આ અસલ કારણ છે. 

Aug 5, 2022, 11:42 AM IST

Rahul Gandhi: મોંઘવારી-બેરોજગારી મુદ્દે રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું- 'જે ડરે છે તે જ ધમકાવે છે'

Rahul Gandhi Press Conference: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે જે 70 વર્ષમાં કમાણી કરી હતી તે 8 વર્ષમાં ખતમ થઈ ગયું.

Aug 5, 2022, 10:36 AM IST

Video: અમે પ્રધાનમંત્રી મોદીથી ડરતા નથી, અમારું કામ લોકતંત્રની રક્ષા કરવાનું છે- રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીની કાર્યવાહી અંગે આજે ભડાશ કાઢી. તેમણે કહ્યું કે તેઓ પીએમ મોદીથી ડરતા નથી અને તેમને ધમકાવીને ચૂપ કરી શકાશે નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ દેશ અને લોકતંત્રની રક્ષા તથા સદભાવ કાયમ રાખવા માટે કામ કરતા રહ્યા છે અને આગળ પણ કરશે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે 'સત્યને બેરિકેડ કરી શકાશે નહીં. જે કરવું હોય તે કરી લો, હું પ્રધાનમંત્રીથી ડરતો નથી, હું હંમેશા દેશહિતમાં કામ કરતો રહીશ. સાંભળી લો અને સમજી લો.' 

Aug 4, 2022, 02:48 PM IST

Congress change Twitter DP: PM મોદીએ DP માં તિરંગો મૂક્યો, તો કોંગ્રેસે પણ ફોટો બદલી આપ્યો આ સંદેશ

Congress changed Social Media Profile Pic: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર ડીપી ચેન્જ કર્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાનો પ્રોફાઈલ ફોટો બદલ્યો છે. કોંગ્રેસે તિરંગાની સાથે પૂર્વ પીએમની તસવીર ડીપીમાં મૂકીને એક ખાસ સંદેશ આપ્યો છે. આ સાથે જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડ સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ તિરંગા સાથે જવાહરલાલ નહેરુનો ફોટો પોતાના ડીપી તરીકે મૂક્યો છે. વાંચો અહેવાલ. 

Aug 3, 2022, 01:25 PM IST

Prahlad Modi Protest: PM મોદીના ભાઇ પ્રહલાદ મોદી જંતર-મંતર પર ધરણાં પર બેઠા, સરકાર પાસે કરી આ માંગ

પ્રહ્લાદ મોદી રાશન ડીલર એસોસિએશનના અધ્યક્ષ છે. તે ઓલ ઇન્ડીયા ફેર પ્રાઇસ શોપ ડીલર્સ ફેડરેશન (AIFPSDF) ના ઉપાધ્યક્ષ પણ છે. પ્રહ્લાદ મોદીની સાથે ઓલ ઇન્ડીયા ફેર પ્રાઇસ શોપ ડીલર્સ ફેડરેશનના અન્ય સભ્યોએ વિરોધ-પ્રદર્શનમાં ભાગ લીધો હતો. 

Aug 3, 2022, 09:31 AM IST

PM મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બદલ્યો પ્રોફાઈલ ફોટો, મૂકી આ તસવીર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પ્રોફાઈલ ફોટો બદલી નાખ્યો છે. તેમણે પોતાના તમામ સોશિયલ મીડિયા હેન્ડલના પ્રોફાઈલ ફોટા પર તિરંગાનો ફોટો લગાવ્યો છે. સ્વતંત્રતા દિવસ પહેલા પીએમ મોદીએ આ પગલું ભર્યું છે. 

Aug 2, 2022, 10:53 AM IST

Letter To PM: 6 વર્ષની બાળકીના 'મનની વાત', મારા પેન્સિલ-રબર, મેગી આટલા મોંઘા કેમ? 

Class I girl letter to PM Modi:  એક 6 વર્ષની માસૂમ બાળકીએ પીએમ મોદીને પત્ર લખીને ફરિયાદ કરી છે. પત્ર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ  થઈ ગયો છે. લખ્યું છે કે 'મોદીજી તમે ખુબ મોંઘવારી કરી નાખી છે.' વધુ વિગતો માટે કરો ક્લિક....

Aug 1, 2022, 12:35 PM IST

Chess Olympiad: પીએમ મોદીએ ચેસ ઓલંપિયાડનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- રમત સમાજ અને લોકોને જોડે છે

Chennai Chess Olympiad: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં પ્રથમવાર આયોજીત ચેસ ઓલંપિયાડનું ઉદ્ઘાટન કર્યુ. ઓલંપિયાડનું આયોજન 28 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી ચેન્નઈમાં કરવામાં આવ્યું છે. 

Jul 28, 2022, 09:23 PM IST

President Election 2022: રાષ્ટ્રપતિ દેશના પહેલા નાગરિક, ઉપરાષ્ટ્રપતિ બીજા નાગરિક...જાણો તમારો નંબર કયો?

આપણે હંમેશા સાંભળીએ છીએ કે રાષ્ટ્રપતિ દેશના પહેલા નાગરિક હોય છે. બાળપણથી આ વાત ભણાવવામાં આવે છે. પરંતુ શું ક્યારેય વિચાર્યું છે કે જો રાષ્ટ્રપતિ દેશના પહેલા નાગરિક હોય તો એ પ્રમાણે આપણો નંબર કયો આવે? અત્રે જણાવવાનું કે ભારતમાં પદ પ્રમાણે નંબર આપવામાં આવે છે.

Jul 21, 2022, 09:54 AM IST

CWG 2022: 'ક્યોં પડે હો ચક્કર મે, કોઈ નહીં હૈ ટક્કર મેં' PM મોદીએ આ રીતે વધાર્યું ખેલાડીઓનું મનોબળ

બર્મિંઘમમાં 28 જુલાઈથી શરૂ થનારા કોમનવેલ્થ ગેમ્સમાં 72 દેશોના 5 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેશે જેમાં ભારતીય ટીમના પણ 215 ખેલાડીઓ ભાગ લેશે. કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા માટે ભારતીય ખેલાડીઓ રવાના થાય તે પહેલા પીએમ મોદીએ આજે તમામ ખેલાડીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યો અને તેમનો જુસ્સો વધાર્યો. 

Jul 20, 2022, 12:36 PM IST

Sri Lanka Crisis: શ્રીલંકાના આ દિગ્ગજ નેતાએ PM મોદીને કરી અત્યંત ભાવુક અપીલ, જાણો શું કહ્યું?

શ્રીલંકામાં આર્થિક સ્થિતિ બદથી બદતર થઈ રહી છે ત્યારે આ બધા વચ્ચે વિપક્ષના દિગ્ગજ નેતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક ભાવુક અપીલ કરી છે. અત્રે જણાવવાનું કે શ્રીલંકાની સંસદમાં 44 વર્ષમાં પહેલીવાર આજે ત્રિકોણીય મુકાબલામાં સીધી રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ રહી છે.

Jul 20, 2022, 08:41 AM IST

Vice Presidential Election: જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ માટે નોંધાવી ઉમેદવારી, PM મોદી પણ રહ્યા હાજર

NDA ના ઉપરાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર જગદીપ  ધનખડે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું. આ દરમિયાન પીએમ મોદી સહિત જેપી નડ્ડા, રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા.

Jul 18, 2022, 01:22 PM IST