Budget 2021: PM નરેન્દ્ર મોદી આજે કરશે સર્વદળીય બેઠક, જાણો કયા મુદ્દાઓ પર થઇ શકે છે ચર્ચા
લોકસભા સ્પીકર ઓમ બિરલા (Om Birla) એ નેતાઓ સાથે એક બેઠક કરી હતી, જેમાં ભાગ લીધા પછી તેમણે કહ્યું કે તેમના દ્રારા લોકસભામાં તમામ પક્ષોના નેતાઓને સદનની ગરિમાનું સન્માન કરવાનો અનુરોધ કર્યો હતો અને કાર્યવાહીને સુચારુ સંચાલન માટે તેમનો સહયોગ પણ માંગ્યો છે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સુચારુ રીતે સંસદના કામકાજને ધ્યાનમાં રાખતાં બજેટ સત્ર પહેલાં શનિવારે વીડિયો કોંફેંસિંગ દ્વારા સર્વદળીય બેઠકની અધ્યક્ષતા કરશે. સપ્ટેમ્બરમાં મંજૂર થયેલા ત્રણ કૃષિ કાયદા વિરૂદ્ધ ચાલી રહેલા કિસાન આંદોલનની પૃષ્ઠભૂમિમાં યોજાનારી બેઠકમાં ભાગ લેવા માટે તમામ દળોના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. પ્રદર્શનકારી ખેડૂતોની માંગ એ છે કે સરકાર આ કાયદાને રદ કરે, પરંતુ સરકાર તેના સમર્થનમાં કોઇ વાત કહી રહી નથી.
વિપક્ષ પાસે માંગ્યો સહયોગ
શુક્રવારે લોકસભા સ્પીકર ઓમ બિરલા (Om Birla) એ નેતાઓ સાથે એક બેઠક કરી હતી, જેમાં ભાગ લીધા પછી તેમણે કહ્યું કે તેમના દ્રારા લોકસભામાં તમામ પક્ષોના નેતાઓને સદનની ગરિમાનું સન્માન કરવાનો અનુરોધ કર્યો હતો અને કાર્યવાહીને સુચારુ સંચાલન માટે તેમનો સહયોગ પણ માંગ્યો છે.
Budget 2021 ના અન્ય સમાચાર વાંચવા ક્લિક કરો...
અભિભાષણનો થયો બહિષ્કાર
નવા દાયકાના પહેલાં બજેટ સત્રની શુક્રવારે રાષ્ટ્રપતિએ સંસદમાં જાહેરાત કરી અને કુલ 18 વિપક્ષી દળોને રાષ્ટ્રપતિએ આ અભિભાષણના બહિષ્કાર કર્યો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરીથી કહ્યું કે સરકારને ખેડૂતોના આંદોલન વિશે સમાધાન શોધવું જોઇએ.
કોંગ્રેસ સાથે 17 વિપક્ષી દળોએ ખેડૂતો સાથે એકજુટતા બતાવતાં રાષ્ટ્રપતિ કોવિંદના સંબોધનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. આ ખેડૂત 26 નવેમ્બરથી દિલ્હી સહિત સિંધુ, ટિકરી અને ગાજીપુરની બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યા છે.
ધન્યવાદ પ્રસ્તાવનો સમય નિર્ધારિત
સરકારે સલાહ આપી હતી કે રાષ્ટ્રપતિના ભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ખેડૂતોના આંદોલનના મુદ્દાને ઉઠાવી શકાય છે. લોકસભામાં બે, ત્રણ અને ચાર ફેબ્રુઆરીના રોજ ધન્યવાદ પ્રસ્તાવ માટે 10 કલાકનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. કોરોના મહામારીના લીધે શનિવારે સર્વદળીય બેઠક વીડિયો કોન્ફ્રેંસિંગ દ્રારા થશે.
બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube